
હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં સીટી ટ્રાફિક પોલીસે ટ્રાફિક પૂર્વવત કર્યો
હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં આજે સાંજે શહેરના ચાર રસ્તાએ એક કિમી લાંબો ટ્રાફિક જામ થયો હતો. આ પરિસ્થિતિ એક કલાક સુધી જોવા મળી હતી.આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગર શહેરના સહકારી જીન વિસ્તારમાં હિંમતનગર શહેરથી હડીયોલ તરફ જવાનો રોડ અને અમદાવાદથી ઉદેપુર નેશનલ હાઈવે આવેલો છે. જેને લઈને શહેરમાંથી હડીયોલ તરફ જતા-આવતા વાહનો ઉપરાંત હિંમતનગર તરફથી શામળાજી તરફ અને શામળાજી તરફથી હિંમતનગર તરફ આવતા-જતા વાહનો સાથે ચાર રસ્તા પર બની રહેલ ઓવરબ્રિજને લઈને વારંવાર આ વિસ્તારમાં રોડ પર ટ્રાફિક જામ થાય છે.
રવિવારે સાંજે શામળાજી તરફથી હિંમતનગર તરફ રોડ પર એક કિમી લાંબી વાહનોની લાઈન લાગી હતી અને ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં મોટા વાહનો અને નાના વાહનોની લાઈન લાગી હતી. આ ટ્રાફિક જામની પરિસ્થિતિ એક કલાક જોવા મળી હતી. ટ્રાફિક જામને લઈને હિંમતનગર સીટી ટ્રાફિક પોલીસ આવી પહોંચી હતી. ટ્રાફિક સંચાલન કરવા માટે અલગ અલગ પોઈન્ટ પર ટ્રાફિક પોલીસ પહોંચી ગઈ હતી અને ટ્રાફિક પૂર્વવત કર્યો હતો.