હિંમતનગર શહેરને ટ્રાફિક, શુદ્ધ પર્યાપ્ત પાણીની સમસ્યામાંથી છૂટકારો અપાવવા ખર્ચ મંજૂર થશે

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર પાલિકાની બજેટ બેઠક આજે 28 ફેબ્રુઆરી સોમવારે યોજાનાર છે. ત્યારે શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો અપાવવા નવા ટીપી રોડ શુદ્ધ પર્યાપ્ત પાણી માટે વોટર ટ્રીટમેન્ટ એન્ડ ફિલ્ટર પ્લાન્ટ તથા પાલિકા વીજ બિલ ભરવામાં આત્મનિર્ભર બનવા સોલર પ્લાન્ટનું નિર્માણ કરવાના ખર્ચની યોજનાઓનો બજેટમાં સમાવેશ કરાનાર હોવાનું જાણવા મળી રહ્યું છે તદુપરાંત યુવાનો માટે એસી ઈ-લાઈબ્રેરી અને મધ્યમ વર્ગને પોસાય તેવા દરે ભાડે આપી શકાય તેવા એસી કોમ્યુનીટી હોલનું નિર્માણ કરવાના ખર્ચને મંજૂરી આપવામાં આવનાર છે.

હિંમતનગર પાલિકાનું બજેટ છેલ્લા બે વર્ષથી 100 કરોડને પાર કરી ગયું છે આ વર્ષે પણ પાલિકાનું બજેટ 105 કરોડની આસપાસ રહેનાર હોવાનું મનાઈ રહ્યું છે પાલિકા દ્વારા સ્વભંડોળની આવક વધારવા કરવેરા વધારાય છે કે નહીં તેની પર પણ શહેરીજનોની મીટ મંડાઇ છે તદુપરાંત પાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ નાગરિકોને શુદ્ધ પીવાનું પર્યાપ્ત પાણી, ટ્રાફિકની સમસ્યા દૂર કરે તેવા જાહેર માર્ગો , રખડતાં ઢોર માટે અલાયદી જગ્યા , શહેરી ગીચ વિસ્તારમાં પાર્કિંગની સુવિધા વગેરે ની જરૂરિયાત કેવી સંતોષાય છે તે પણ રસપ્રદ બની રહેનાર છે.

આ વખતના બજેટમાં નવા ચારથી પાંચ ટીપી રોડને વિકસાવવા મંજૂરી આપવામાં આવનાર હોવાનું તથા હાથમતી નદી કિનારે વોટર ટ્રીટમેન્ટ એન્ડ ફિલ્ટર પ્લાન્ટ નું નિર્માણ કરવા થનાર સંભવિત 6 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.