જિલ્લાના ચાર પોલીસ સ્ટેશનમાં ચાર ચોરીના બનાવોની ફરિયાદ નોંધાઇ

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારના હિંમતનગરના ઇલોલ થી કનાઈ રોડ પર આવેલા શ્રીરામ ભક્ત મંડળ સંસ્થામાં બનાવેલા બોરના બોરવેલમાંથી દોઢ HPની સંબરસીબલ મોટર રૂ.5 હજારની ચોરી થવા પામી હતી. આ અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નટવર પટેલે ફરિયાદ નોંધાવી છે. તો બીજી ચોરીની ફરિયાદ ઈડરના જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બાદરપુરા ગામમાં છ ખેડૂતો જેમાં હરેશ ઈશ્વર પટેલે 161 સર્વે નંબરના ખેતરમાં,બાબુ શંકર પટેલ, પીતાંબર શંકર પટેલ, મનુ ભાઈચંદભાઈ પટેલ, જશવંત પટેલ, અનિલ પટેલના ખેતરોના બોર કુવા પર લગાવેલી મોટરોના 85 મીટર કેબલ રૂ.5360 ના વાયરો કોઈ સાધન વડે કાપી લઇ ગયેલા જે અંગે જાદર પોલીસ સ્ટેશનમાં હરેશ ઈશ્વર પટેલે ફરિયાદ નોંધાવી છે.

તો ત્રીજી અને ચોથી બે બાઈક ચોરીની ફરિયાદો હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં આવેલા LIC ઓફીસ આગળ પાર્ક કરેલી બાઈક નં GJ.09 DF. 6948 રૂ.40 હજારનું પાંચ દિવસ પહેલા સાંજના સમયે ચોરી થઇ ગયું હતું. જે અંગે હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રાંતિજના ગેડ ગામના વનરાજસિંહ રાઠોડે ફરિયાદ નોંધાવી હતી. તો ઇડરના કૃષ્ણનગરમાં આઠ દિવસ પહેલા રાત્રીના સમયે ઘર આગળ પાર્ક કરેલી બાઈક નં RJ.27 AS.4092 રૂ.15 હજારનું ચોરી થઇ ગયેલું જે અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં દિગ્વિજયસિંહે ફરિયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.