રાજ્યસભા-લોકસભાના 3 સાંસદોની રૂ 97 લાખ ગ્રાન્ટ ચાઉં કરનાર 3 અધિકારી સહિત 4 સામે ફરિયાદ

સાબરકાંઠા
સાબરકાંઠા

રાજ્યસભા-લોકસભાના ત્રણ-ત્રણ સાંસદોની ગ્રાન્ટ અને રાષ્ટ્રીય પર્વની ઉજવણીની રૂ.97 લાખ ની ગ્રાન્ટ ઓળવી જનાર તત્કાલીન આયોજન અધિકારી પરેશકુમાર રસીકલાલ જોષી, કરાર આધારિત સંશોધન અધિકારી રોશની દશરથભાઇ પટેલ અને તત્કાલીન સિનિયર કોચ સુરજીભાઇ કુબાભાઇ ડામોરની ત્રિપુટીના કારસ્તાનનો 19 જાન્યુઆરીએ દિવ્ય ભાસ્કરમાં પર્દાફાશ કરાયા બાદ ઉચ્ચ સ્તરેથી તપાસનો ધમધમાટ શરૂ થતાં તા.24 મે ના રોજ રાત્રે હિંમતનગર બી ડિવિઝનમાં વર્તમાન જિલ્લા આયોજન અધિકારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

CIDએ તપાસ કરતા અનેક રહસ્યો ખૂલ્યાં
સાબરકાંઠા જિલ્લા આયોજન કચેરી અને સિનીયર કોચ ડિસ્ટ્રિક્ટ કોચિંગ સેન્ટર કચેરીમાં વર્ષ 2018-19 અને 2019-20 દરમિયાન રાજ્યસભા અને લોકસભા સાંસદ ફંડ અને રાષ્ટ્રીય પર્વની ઉજવણી ગ્રાન્ટ પૈકી કુલ રૂ.97 લાખની ગેરરીતિ આચરાઇ હોવાનું ધ્યાને આવતાં તત્કાલીન કલેકટર સી.જે.પટેલે આયોજન અને સામાન્ય વહીવટ વિભાગના સચિવને જિલ્લા આયોજન અધિકારી વર્ગ-1 પી. આર.જોશી અને સિનિયર કોચ સુરજીભાઈ કે. ડામોર વિરૂદ્ધ ખાતાકીય તપાસ હાથ ધરવા અને પોલીસ ફરિયાદની મંજૂરી આપવા જાણ કરતાં સીઆઇડી ક્રાઇમ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં ત્રણ સાંસદો અને રાષ્ટ્રીય પર્વની ઉજવણીની ગ્રાન્ટમાંથી ફાળવેલ નાણામાંથી કુલ રૂ. 97 લાખની રકમના બેંક ચેક સાથેના જોડાણમાં ચેડાં કરી બનાવટી દસ્તાવેજો ઊભા કરી સરકારી કામગીરી સિવાયના હેતુસર ફાળવણી કરવાનું બહાર આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.