હિંમતનગરમાં સ્વચ્છતા અભિયાનમાં રોડ-રસ્તાની સફાઈ કરાઈ; પૌરાણિક વાવોની સફાઈ ભુલાઈ

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરમાં નગરપાલિકા અને નામાંકિત કોન્ટ્રાકટરો દ્વારા શહેરમાં સાત દિવસનું મેગા સફાઈ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. જેમાં એક સાથે તમામ પાલિકના વોર્ડમાં રોડ રસ્તા અને કોમન પ્લોટ, હાથમતી નદી અને બગીચા વિસ્તારમાં રાજવી પરિવારના અંતિમધામની સફાઈ કરવામાં આવી છે. પરંતુ હિંમતનગરની પૌરાણિક વાવો સફાઈ અભિયાનમાં ભુલાઈ છે.આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરમાં પાલિકા દ્રારા સાત દિવસ મેગા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નામાંકિત કોન્ટ્રાકટરોના સહયોગથી એક સાથે પાલિકાના નવ વોર્ડમાં સફાઈ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. જેમાં સાત દિવસ દરમિયાન 200 ટન જેટલો કચરો નીકળ્યો હતો.

તો વિસ્તારના મુખ્ય રોડ ઉપરાંત સોસાયટીના રોડ અને કોમન પ્લોટ સાથે હાથમતી નદીમાં રાવણ દહન આસપાસ વિસ્તાર અને બગીચા વિસ્તારમાં હિંમતનગર મહારાજા અને રાજવી પરિવારની અંતિમધામની જગ્યા અને આસપાસ વિસ્તારમાં સફાઈ કરવામાં આવી હતી. આ સરાહનીય કાર્યને સૌએ આવકાર્યું હતું.હિંમતનગરના UGVCL કચેરી પાસે આવેલી સન 1578ની જુની વાવ જે અંદાજે 445 વર્ષ જૂની હોવાનું પ્રદશિત કરેલી માહિતી પરથી જણાઈ આવે છે. ત્યારે શહેરીજનો પણ ઈચ્છી રહ્યા છે કે શહેરની પૌરાણિક વાવો ઉપરાંત પૌરાણિક સ્થળોને સાફ સફાઈ કરાવીને શહેરજનોનાં મુલાકાત સ્થળ બનાવવા આયોજન કરવું જોઈએ છે.

જેને લઈને શહેરીજનો પૌરાણિક ઈતિહાસની ધરોહર સાથે પણ એક સેલ્ફી લઇ શકે. તો હિંમતનગરમાં હાજીપુરામાં આવેલ UGVCL પાસેની પૌરાણિક વાવ હાલમાં ઝાડી ઝાંખરા ઉપરાંત કચરો પણ જોવા મળે છે. ત્યારે તંત્ર દ્વારા સફાઈ કચરાપેટી બનેલી ઐતિહાસિક ધરોહરની સફાઈ થાય તેવું શહેરજનો ઝંખી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.