હિંમતનગરમાં 39 લાભાર્થીઓને ચેક વિતરણ કરાયા

સાબરકાંઠા
સાબરકાંઠા

કેન્દ્ર સરકારના નવ વર્ષ પૂર્ણ થવાને લઈને એક મહિનામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજરોજ બુધવારે જિલ્લાની હિંમતનગર, પ્રાંતિજ, ઇડર અને ખેડબ્રહ્મા એમ ચાર વિધાનસભામાં ધારાસભ્યની ઉપસ્થિતિમાં લાભાર્થી સંમેલન યોજાયું હતું. હિંમતનગરમાં ડો નલિનકાન્ત ગાંધી ટાઉન હોલમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાંસદ દીપસિંહ રાઠોડ અધ્યક્ષતામાં યોજાયું હતું. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ કૌશલાકુવરબા, પ્રદેશ ભાજપના સોશિયલ મીડિયાના કન્વીનર અને શામળાજી વિષ્ણુ મંદિરના ટ્રસ્ટી સિદ્ધાર્થ પટેલ, હિંમતનગર વિધાનસભાના પ્રભારી રાજુ નિનામા, જિલ્લા મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર, તાલુકા પંચાયત પ્રમુખ વિનોદ પટેલ, માર્કેટયાર્ડના જેઠા પટેલ, શહેર ભાજપા પ્રમુખ વાસુદેવ રાવલ, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ યતીનીબેન મોદી સહિત નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, તાલુકા સંગઠનના હોદ્દેદારો, સરપંચો સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા. 39 લાભાર્થીઓને વિવિધ યોજનાના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
હિંમતનગર તાલુકાના 37 અને હિંમતનગર શહેરના બે મળી 39 લાભાર્થીઓને વિવિધ યોજનાઓના ચેકો અને મકાનની ચાવીઓ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને આપવામાં આવી હતી.ગુજરાત પ્રદેશ ભાજપ સરકાર દ્વારા કેન્દ્ર સરકારના નવ વર્ષની સિદ્ધિઓ અને વિકાસ કાર્યોને લોકો સમક્ષ પહોંચાડવા માટે રાજ્યભરમાં કાર્યક્રમોનું આયોજનના ભાગરૂપે હિંમતનગર તાલુકાના લઘુમતી બાહુલ્ય વિસ્તાર એવા સવગઢ અને પરબડા ખાતે સોમવારે હિંમતનગર તાલુકાના લોકપ્રિય ધારાસભ્ય વિરેન્દ્રસિંહ ઝાલાની અધ્યક્ષતામાં બેઠકો યોજાઇ હતી. જેમાં લઘુમતી સમાજના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી લોકસભા ચૂંટણીમાં સૌનો સાથ સૌનો વિકાસ અંતર્ગત ભાજપ સરકારની યોજનાઓ થકી લોકો સુધી પહોંચાડી જંગી બહુમતીથી લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને વિજય બનાવી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવાની લઘુમતી સમાજના લોકોએ ખાતરી આપી હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.