
સાબરકાંઠામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો,જિલ્લામાં ત્રણ દિવસની ગરમી બાદ વાતવરણમાં પલટો આવ્યો
સાબરકાંઠા જિલ્લામાં શુક્રવારે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્રણ દિવસ ગરમી બાદ ફરીવાર વાતવરણમાં પલટો આવ્યો છે. જેને લઈને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું છે. તો આજથી બે દિવસ જિલ્લામાં છુટો છવાયો હળવાથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
જિલ્લામાં વાવઝોડું સતત બે દિવસ ફૂંકાયા બાદ ત્રણ દિવસમાં ગરમીનો પારો ઉંચો આવ્યો હતો. ગુરુવારે જિલ્લાના હિંમતનગરમાં 40.5 અને વડાલી 39.6 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. બીજી તરફ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારથી વાતવરણમાં પલટો આવ્યો હતો. વાતવરણમાં પલટો આવતા હિંમતનગરમાં વહેલી સવારથી આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. તો વાદળોમાં સુરજદાદા છુપાયા હતા. વાતાવરણમાં પલટો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને વરસાદ પડવાને લઈને આજથી પાંચ દિવસ તાપમાનમાં ઘટાડો થઇ શકે છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે આજથી સાબરકાંઠા જિલ્લામાં બે દિવસ સુધી છુટા છવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થઇ શકે છે. તો 4 જૂનના રોજ સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા ના બરાબર રહી શકે છે. તો 5મી જૂને મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. ત્યારે આગામી પાંચ દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.