હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાંથી બાઈક ચોરી કરનારા ઝડપાયા

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં બે દિવસ પહેલા રાત્રી દરમિયાન બાઈક ચોરીનો બનાવ બન્યો હતો. જે ચોરી કરનારા બે શખ્સોને એ ડીવીઝન પોલીસે ચોરીના બાઈક સાથે ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી હતી.

સહકારી જીન ચાર રસ્તા પાસેથી બે દિવસ પહેલા સાંજે 7 થી 11 વાગ્યાના સમયમાં આનંદભાઈ નરસીભાઈ પટેલનું પલ્સર બાઈક ચોરી થયું હતું. જે અંગે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાયો હતો. દરમિયાન એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના જયેન્દ્રસિંહ ઉદાવતને બાતમી મળી હતી કે હિંમતનગરના કાંકરોલ પાસે આવેલા સ્વામીનારાયણ મંદિરના પાછળના ગેટ નજીક બે શખ્સો બાઈક ચાલુ કરવાની શંકાસ્પદ પ્રવૃત્તિ કરે છે.

જેને લઈને જયેન્દ્રસિંહ અને જીતેન્દ્રસિંહ સ્થળ પર પહોંચ્યા હતા ત્યાં બે ઇસમો બાઈક સાથે મળી આવ્યા હતા. બાઈકની પોકેટ કોપના મદદથી તપાસ હાથ ધરતા બે દિવસ પહેલા સહકારી જીન વિસ્તારમાંથી ચોરી થયેલું બાઈક હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે રાજસ્થાનના ખેરવાડા તાલુકાના કળાલ ગામના ભૂપેશ વિનોદભાઈ ભણાત અને બદ્રી શિવપ્રકાશ ભણાતને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.