સાબરકાંઠામાં શીલજ ગામ નજીક પીકઅપ ડાલાની ટક્કરે બાઈક ચાલકનું મોત
ખેડબ્રહ્માના શીલજ નજીક બે દિવસ પહેલા પીકઅપ ડાલા અને બાઇક વચ્ચે થયેલા અકસ્માત દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક ચાલકનું મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવ અંગે પીકઅપ ડાલાના ચાલક વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં રમણભાઇ ગલજીભાઇ ડામોરે નોધાવેલી ફરિયાદ મુજબ, ખેડબ્રહ્માના શીલજમાં 8મેના બપોરના સમયે જાડીસીબલ ગામના વિજયકુમાર રમણભાઇ ડામોર પોતાની મોટરસાયકલ લઇને જઇ રહ્યા હતા. ત્યારે પીકઅપ ડાલાના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે પીકઅપ ડાલુ હંકારી બાકઇને ટક્કર મારતા બાઇક ચાલક વિજયકુમાર રમણભાઇને ગંભીર ઇજાઓ થઇ હતી અને ઘટનાસ્થળે બાઇક ચાલક વિજયકુમાર રમણભાઇ ડામોરનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવ અંગે પીકઅપ ડાલાના ચાલક વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.