
હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં વર્લ્ડ ક્લબફૂટ ડે પૂર્વે 22 બાળકોને પગે પાટા બાંધ્યા
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં આવેલી હોસ્પિટલમાં 3 જૂન વર્લ્ડ ક્લબફૂટ ડેની લઈને તે પૂર્વે જિલ્લાના 22 જેટલા બાળકો અને માતાપિતા સાથે ઉજવણી કરવામાં આવી હતી. વર્ષમાં એક જ વખત વર્લ્ડ ક્લબફૂટ ડેની ઉજવણી કરવામાં આવે છે. તો બીજી તરફ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં માતાપિતાને બાળકો સાથે દર બુધવારે બોલાવામાં આવે છે અને બાળકોને પગે પાટા બાંધવામાં આવે છે. જેને લઈને બાળકોને વાંકા વળેલા પગને ઓપરેશન વગર પગ સીધા કરી શકાય છે. જિલ્લામાં જન્મથી વાકા વળેલા પગ વાળા બાળકોને શોધવામાં આવે છે. ત્યારબાદ તેની તપાસ કરવામાં આવે અને પછી દર બુધવારે તેને પગે પાટા બાંધવામાં આવે છે અને આ એક બુધવાર નહિ પરંતુ વાકા પગ સીધા ના થાય ત્યાં સુધી તબીબની સુચના મુજબ પાટા બાંધીને સારવાર આપવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડીક વિભાગમાં દર બુધવારે બાળકોને તપાસ માટે બોલાવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં 261 બાળકોની સારવાર ચાલી રહી છે, બીજી તરફ 100 જેટલા બાળકો હાલમાં સાજા થઇ ગયા છે.
આ અંગે હિંમતનગર ઓર્થોપેડિક વિભાગમાં વર્લ્ડ ક્લબફૂટ ડે પૂર્વે યોજાયેલા કાર્યક્રમમાં RBSKના નોડલ ડૉ. ચેતન અમીન, ડૉ. મુનીર ઉપાધ્યાય, કિસન પટેલ, અમિત પટેલ, રવિ પંચાલ, ઋષિ પટેલ, કશ્યપ વોરા જન્મજાત બાળકોને વાકા પગની સમસ્યા કેમ થાય છે, તેને લઈને ઉપસ્થિત બાળકોના માતાપિતાને ઊંડાણ પૂર્વક માર્ગદર્શન આપ્યું હતું. તો સાબરકાંઠા ડીસ્ટ્રીક્ટ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર સોનલ શ્રીમાળી, DNSના પુષ્પાબેન પરમાર, ANSના જ્યોત્સનાબેન ચૌધરી, ઇન્દુબા રાઠોડ, રીઝવાનાબેન શેખ, જશુબેન ડાયાની વાકા પગ વાળા બાળકોને પગે પાટા બાંધ્યા બાદ તેને ઘરે કઈ રીતે ધ્યાન રાખવું ઉપરાંત બુટ કઈ રીતે પહેરાવવા તે અંગે પ્રેક્ટીકલ કરીને બતાવવામાં આવ્યું હતું. જેથી દર બુધવારે તબીબની સલાહ મુજબ પાટા બાંધવાથી પરિણામ મળે છે. ત્યારે ઉપસ્થિત માતાપિતાને બાળકો સાથે ગીફ્ટ આપવામાં આવી હતી.
પોશીના તાલુકાના ચોલીયા ગામના 21 વર્ષીય સોમાભાઈ ગોપાલભાઈ ખોખરીયાનું વર્ષ 2020માં માતરવાડાની રજકા સાથે સગાઇ થઇ હતી. ત્યારબાદ તેમને એક સંતાન થયું હતું. જેનું નામ બાદલ છે. તેને જન્મથી પગ વાકા હતા. જેને લઈને તેની સારવાર ચાલી રહી હતી. તેને પગે પાટો બંધાવવા માટે હિંમતનગર સિવિલના ઓર્થોપેડિક વિભાગમાં કાર્યક્રમમાં આવ્યા હતા. આ અંગે સોમાભાઈએ જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારમાં પતિ-પત્ની જોડે રહે છે. ત્યારબાદ સંતાન થયા બાદ લગ્ન થાય છે. વર્ષ 2020માં સગાઇ થઇ હતી અને બાદ 12 જૂન 2023ના રોજ લગ્ન છે. જેથી રીતિરિવાજ મુજબ પીઠી લગાવી હતી. લગ્નના પોષાક અને તલવાર સાથે પત્ની રજકા સાથે બાળકને લઈને અહિયાં આવ્યા છીએ.
ત્યારે આ કાર્યક્રમમાં આવેલા સોમાભાઈ ખોખરીયાના પત્ની અને નવ માસનું બાળક ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ત્યારે ચોલીયા ગામના સોમાભાઈના 12 જૂને લગ્ન હોવા છતાં બાળકના વાકા પગને સીધા કરવા માટે સારવારનું મહત્ત્વ સમજીને સોમભાઈએ પીઠી લગાવી હતી. છતાં પત્ની અને નવ મહિનાના બાળકને લઈને પાટો બંધાવવા આવ્યા હતા. ત્યારે તબીબોએ પણ આ બાળકના માતાપિતાને બધાની વચ્ચે લાવીને બાળકની સારવારનું મહત્ત્વ શું છે તે લગ્ન હોવા છતાં આવેલા માતાપિતાની જવાબદારી સમજાવી હતી.