હિંમતનગર રેલવે સ્ટેશન પર RPFઅને GRPદ્વારા જાગૃતિ અભિયાન

સાબરકાંઠા
સાબરકાંઠા

હાલમાં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે.ત્યારે હિંમતનગર રેલવે સ્ટેશન આજે પર RPFઅને GRPનું સંયુક્ત જાગૃતિ અભિયાન વીરભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાં કરવામાં આવી હતી અને મુસાફરોને પણ સમજ આપવામાં આવી હતી.આ અંગેની વિગત એવી છે કે, ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને મુસાફરી કરવા દરમિયાન શું શું સાવધાની રાખવી એ બાબતનું જાગૃતિ અભિયાન શનિવારે હિંમતનગર રેલ્વે સ્ટેશન પર RPF અને GRP દ્વારા વીરુભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાં કરવામાં આવ્યું હતું. જેમાં જ્વેલન પદાર્થ લાવારીસ પદાર્થ ફટાકડા પેટ્રોલ ગેસ સિલિન્ડર કેરોસીન ઉપરાંત રાજસ્થાનમાં ચાલી રહેલા વિધાનસભાની ચૂંટણીને લઈને રોકડ દારૂની હેરાફેરી બાબતની ઝુંબેશ આરપીએફ અને જીઆરપી દ્વારા દરરોજ કરવામાં આવે છે, પરંતુ આજે ડ્રાઇવ હોવાને લઈને વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.


આ લાંબા રૂટની ટ્રેનમાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને મુસાફરોને જાણકારી આપવામાં આવી હતી. જેમાં મહિલાઓ અને બાળકોની તસ્કરીને લઈને શું સાવચેતી રાખવી તે વિશે જાણકારી આપી હતી. મુસાફરી કરતા સમયે કોઈ અજાણ્યા ઈસોમો પાસેથી કોઈ પદાર્થ ખાવો0 નહીં લેવો નહીં, ચાલુ ટ્રેનમાં ઉતરવું નહીં કે ચડવું નહીં, કોઈપણ કારણ વગર ચેન પુલીગ કરવું નહીં સહિતની જાણકારી આપી હતી. આ પ્રકારનું જાગૃતિ અભિયાન RPF અને GRP દ્વારા રોજ કરવામાં આવે છે, પરંતુ આજે લાંબા રૂટની ટ્રેન જાગૃતિ અભિયાન કર્યું હતું


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.