
સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ વરસાદ 98 ટકા નોંધાયો
સાબરકાંઠા જિલ્લામાં ચોમાસામાં ઓગસ્ટ માસ કોરો ગયા બાદ સપ્ટેમ્બરમાં વરસાદ વરસ્યો છે. જિલ્લાનો સરેરાશ 98 ટકા થયો છે. ત્યારે આઠમાંથી ચાર તાલુકામાં તો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેને લઈને જળાશયોમાં પાણીની આવક ચાલી રહી છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં આઠ તાલુકામાંથી સાત તાલુકામાં 2 મીમી 19 વરસાદ નોંધાયો છે.આ વર્ષે ચોમાસાના પ્રારંભે ત્રણ રાઉન્ડ વરસાદના વરસ્યા હતા, પરંતુ સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ઓછો રહ્યો હતો. તો ઓગસ્ટ માસમાં વરસાદ વરસ્યો ન હતો અને કોરો કટ રહ્યો હતો. જ્યારે સપ્ટેમ્બર માસ શરુ થયો, પરંતુ મધ્ય માસમાં વરસાદની આગાહી બાદ પાચ દિવસ વરસાદી માહોલ રહ્યો હતો અને એક ઇંચથી લઈને 8 ઇંચ સુધી વરસાદ આઠ તાલુકામાં નોંધાયો હતો. બીજી તરફ સાબરકાંઠા જિલ્લાનો સરેરાંશ વરસાદ 98 ટકા નોંધાયો છે. તેની સામે ચાર તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. બાકીના ચાર તાલુકામાં 80 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. પરંતુ જળાશયો 100 ટકા ભરાયા નથી.સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં આઠમાંથી સાત તાલુકામાં 2 મીમીથી 19 મીમી વરસાદ નોંધાયો હતો. જેમાં ખેડબ્રહ્મા 02 મીમી, વિજયનગર 19 મીમી, વડાલી 02 મીમી, ઇડર 08 મીમી, હિંમતનગર 06 મીમી, તલોદ 02 મીમી અને પોશીના 07 મીમી વરસાદ નોંધાયો છે.
સાબરકાંઠા જિલ્લામાં સરેરાંશ વરસાદ 98 ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ તલોદ તાલુકામાં 130 ટકા નોંધાયો છે. તો સૌથી ઓછો વરસાદ વડાલી તાલુકામાં 79 ટકા નોંધાયો છે. ખેડબ્રહ્મામાં 100 ટકા વિજયનગર 91 ટકા, ઇડર 81 ટકા, હિંમતનગર 80 ટકા, પ્રાંતિજ 119 ટકા અને પોશીના 111 ટકા વરસાદ નોધાયો છે.સાબરકાંઠા જિલ્લાના જળાશયોમાં ગુહાઈ જળાશયમાં 82 ક્યુસેક, હાથમતી જળાશય 240 ક્યુસેક, હરણાવ જળાશય 70 ક્યુસેક, ખેડવા જળાશય 275 ક્યુસેક પાણીની આવક સામે 275 ક્યુસેક પાણીની જાવક છે. તો તલોદના મેશ્વો નદી પરના જવાનપુરા બેરેજ 275 ક્યુસેક પાણીની આવક અને ગોરઠીયા બેરેજમાં 1000 ક્યુસેક સામે 1000 ક્યુસેક પાણીની જાવક ચાલી રહી છે.