હિંમતનગર શહેરમાંથી પરીક્ષામાં ગેરરીતી આચરી ઉમેદવારોને પરીક્ષા પાસ કરાવવાના 3 આરોપીઓની ધરપકડ

સાબરકાંઠા
સાબરકાંઠા

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર વર્ષ 2020-21માં રાજ્યની ડીજીવીસીએલ, એમજીવીસીએલ, પીજીવીસીએલ, યુજીવીસીએલ, સીએસઇસીએલમાં 2156 વિદ્યુત સહાયકની ભરતી માટે અલગ અલગ તારીખોએ વિવિધ સેન્ટરો પર લેવાયેલી પરીક્ષામાં પરીક્ષા કેન્દ્રના માલિકો કોમ્પ્યુટર લેબના ઇન્ચાર્જ અને તેમના મળતીયાઓએ એકબીજા સાથે મળી ગેરરીતી આચરી ઉમેદવારોને ઓનલાઈન પરીક્ષા પાસ કરાવી હોવા અંગે તારીખ 19/05/23 ના રોજ ગુનો દાખલ થયા બાદ આરોપીઓ ઇન્દ્રવદન અશ્વિનભાઈ પરમાર (રહે રામેશ્વર સ્કૂલ પાસે ગોત્રી રોડ વડોદરા મૂળ રહે કેસરપુરા તાલુકો ઇડર) અને મહંમદઓવેશ મહંમદરફીક કાપડવાલા (રહે સ્વામિનારાયણ મંદિરની પાછળ યાસીન ખાન રોડ વડોદરા) ની કસ્ટડી દરમિયાન મળેલી માહિતીને આધારે તપાસ હાથ ધરતા તા.27/05/23ના રોજ શનિવારે ક્રાઇમ બ્રાન્ચે હિંમતનગરના સત્યેશ જેઠાભાઇ પાટીલ (રહે. આનંદ બંગ્લોઝ, મહાવીર નગર હિંમતનગર) બિપીનચંન્દ્ર અજીતભાઇ પરમાર (રહે.શ્રેયસ સોસાયટી, નવા માર્કેટયાર્ડની બાજુમાં તસીયા રોડ, હિંમતનગર) નિસર્ગ ઉર્ફે ગુલ્લુ બાબુભાઇ પાર્થ (રહે. સત્યમ સોસાયટી ભોલેશ્વર હિંમતનગર) વધુ શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ તમામ ૩ એજન્ટો પ્રત્યેક પરીક્ષાર્થી પાસેથી રૂ 8 થી 10 લાખ લઈને ના રૂપિયા ઇન્દ્રવદન પરમારને આપતા હતા અને તેમાંથી પોતે પણ કમિશન મેળવ્યું હતું.

આ આંકડો શરૂઆત હોવાની અને હજુ ઘણો મોટો થવા સહિત અન્ય મોટા માથા બહાર આવવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.હિમતનગરમાંથી ધરપકડ કરેલ ત્રણ એજન્ટને કોર્ટમાં રજુ કરી 29-05-23 સુધીના બે દિવસના રિમાન્ડ મંજુર થયા છે. બીજી બિન સત્તાવાર મળેલ માહિતી અનુસાર ભાજપ જિલ્લા સંગઠનના એક હોદ્દેદારને પણ સુરત ક્રાઈમ બ્રાન્ચ ઉઠાવી ગઈ છે જેનું નામ જાહેર થયું નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.