હિંમતનગરમાં 700 વર્ષ જૂના દેરાસરમાં વિવિધ આંગીઓ અને રંગોળીપૂરી શણગાર કરવામાં આવ્યો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જીલ્લામાં જૈન સમાજના અનેક મંદિરો આવેલા છે તેમાં હિંમતનગરમાં આવેલુ જૈન દેરાસર આશરે 700 થી અધિક વર્ષ પુરાણુ છે.આ મંદિર મોગલ સામ્રાજ્યમાં બનાવેલુ હોય તેવુ માનવામાં આવે છે અને એ અહીની કોતરણી પરથી સાબિત થાય છે તો આ મંદિર તીર્થ સમાન ગણાય છે જેનું પર્યુષણ ના દિવસોમાં અનોખું મહત્વ છે.


પર્યુષણમાં જૈનો અનેક આરાધના કરતા હોય છે હિમતનગરમાં આવેલું વખારિયા વાળનું જીનાલય મોગલોના સમયનું છે જેન ધર્મ પ્રમાણે દેરાસર ને સો વર્ષ પુરા થાય એટલે તેને તીર્થ માનવામાં આવે છે વખારિયાવાડમાં આવેલું આ દેરાસર 700 થી 900 વર્ષથી પણ અધિક પુરાણુ છે.આ દેરાસરમાં ઉતમ કલાકૃતિ જોવા મળે છે જે ખાસ શિખરો મોગલ શેલીમાં છે જેતે સમયે મોગલોના આક્રમણ થી બચવા આ પ્રકારના મંદિરો બનાવ્યા હોય તેવું માનવામાં આવે છે.આ દેરાસરમાં ભગવાન મહાવીર સ્વામી સહિત આદિશ્વર ભગવાનની પ્રતિમાઓ બિરાજમાન કરવામાં આવેલી છે જે 800 વર્ષ જૂની છે આ દેરાસર 800 વર્ષથી પુરાણુ થયેલ હોવાથી આ દેરાસરની પ્રભાવના અલગ જ હોય છે અને તીર્થ સમાન ગણાય છે.તો આ પર્યુષણમાં લોકો અનેક પ્રકારની તપ કરે છે.વિવિધ પ્રકારના ઉપવાસ કરતા હોય છે જેમાં નાના બાળકો થી માંડીને વડીલો પણ જોડાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.