હિંમતનગરની મમતા હોસ્પિટલમાં ઊંઘી રહેલી મહિલા કમ્પાઉન્ડરનો અજાણ્યો શખસ મોબાઈલ ચોરી ગયો

સાબરકાંઠા
સાબરકાંઠા

હાલમાં મોબાઈલ ચોરીના બનાવો વધી રહ્યા છે. તો એસટી સ્ટેન્ડ, કરિયાણાની દુકાન, અમુલ પાર્લર સહિતના વિવિધ સ્થળે અને વિસ્તારમાં રોજ બરોજ મોબાઈલ ચોરી થવાના બનાવો બનતા હોય છે. ત્યારે હિંમતનગરની એક હોસ્પિટલમાં વહેલી સવારે મોબાઈલ ચોરે પ્રવેશ કરી હોસ્પિટલમાં ફરી આવીને તપાસ કરીને સુઈ રહેલી મહિલા કમ્પાઉન્ડરનો મોબાઈલ ચોરી કરી લઇ ગયો હતો. ત્યારબાદ મોબાઈલ શોધતા ના મળ્યો અને સીસીટીવીમાં તપાસ કરતા મોબાઈલ ચોરી થયાની ખબર પડતા પોલીસને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરના આકાશગંગા કોમ્પ્લેક્ષમાં આવેલી મમતા ગાયનેક હોસ્પિટલમાં રીશેપ્સન સેન્ટર પર ફરજ બજાવતી મહિલા કમ્પાઉન્ડરનો મોબાઈલ મળતો ન હતો. જેને લઈને શોધખોળ કરી હતી, પરંતુ ના મળતા હોસ્પિટલમાં લગાવેલા સીસીટીવી ચેક કર્યા હતા. ત્યારે એક યુવાન મોઢાના ભાગે રૂમાલ બાંધીને હોસ્પિટલમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ હોસ્પિટલમાં ફરીને તપાસ કરે છે, પરત રીશેપ્સન સેન્ટર વાળા રૂમમાં આવે છે અને સેન્ટરમાં સુઈ રહેલી મહિલાનો મોબાઈલ લઈને ચોરી કરી હોસ્પિટલ બહાર નીકળી જાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.

આ મોબાઈલ ચોરે મોઢે રૂમાલ બાંધીને હોસ્પિટલમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ હોસ્પિટલના અલગ અલગ રૂમોમાં તપાસ કરી હતી. ત્યારબાદ પરત રીશેપ્સન સેન્ટરમાં આવી સુઈ રહેલા તમામને ચેક કર્યા બાદ સુઈ રહેલી મહિલા પાસે મોબાઈલ જોવા મળતા બે ત્રણ વખત ખેચ્યા બાદ મોબાઈલ હાથમાં આવતા ચોરી કરીને લઇ જતો જોવા મળ્યો હતો. આ મોબાઈલ ચોરે બેથી અઢી મીનીટમાં વહેલી સવારે હોસ્પિટલમાં પ્રવેશ કરીને મોબાઈલ ચોરીની ઘટનાને અંજામ આપ્યા હતું જેની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. મોબાઈલ ચોરી અંગે હિંમતનગર બી-ડિવિઝન પોલીસને જાણ કરવાની તજવીજ હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.