
ખેડબ્રહ્માના ધોઈ ગામથી અતિકુપોષિત બાળકોને તંદુરસ્ત કરવા જતન પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો
અતિકુપોષિત બાળકોને તંદુરસ્ત કરવા અને કિશોરીઓમાં એનિમિયાનું પ્રમાણ ઘટાડવાના ઉમદા આશય સાથે સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના ધોઈ અને પીપોદરા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના ગામો પસંદ કરી એનિમિયા નાબુદીની પહેલ અંતર્ગત ધોઈ ખાતેથી જતન પ્રોજેક્ટનો પ્રારંભ જિલ્લા વિકાસ અદગીકારીના હસ્તે કરાયો હતો.જતન પ્રોજેકટ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી ગત માસે આરોગ્ય, શિક્ષણ, આઈ.સી.ડી.એસ. અને આયુર્વેદ શાખાના અધિકારીઓ, પોષણના નિષ્ણાતો અને વૃદ્ધિ પ્રોજેકટના અધિકારીઓ સાથે અતિકુપોષિત બાળકોને તંદુરસ્ત કરવા અને કિશોરીઓમાં એનિમિયાનું પ્રમાણ ઘટાડવા માટે જરૂરી ચર્ચા કરી હતી. જેમાં મુખ્યત્વે સ્થાનિક આહાર તેમજ તેમની રૂઢિગત માન્યતાઓ થયેલ અભ્યાસને ધ્યાને લઈને તેમના ખોરાક ઉપરાંત પોષણયુક્ત પૂરક આહાર શું આપી શકાય તે નક્કી કરવામાં આવ્યું હતું.આ પ્રોજેકટ ના અમલીકરણ માટે ખેડવા અને મીઠી બીલી પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા 25 ઓગષ્ટથી 0થી 6 વર્ષના 718 બાળકોનું વજન, ઊંચાઈ અને એમ.યૂ.એસી. કરી જરૂરી સારવાર અર્થે બાળકોને CMTCમાં રીફર કરવામાં આવેલા. તેમજ 10થી 19 વર્ષની 448 કિશોરીઓનું એચ.બી., વજન, ઊંચાઈ(BMI),સિકલ સેલ ટેસ્ટ કરી જરૂરી સારવાર આપવામાં આવી હતી.
ધોઈ તાલુકાના ખેડબ્રહ્મા ખાતે જતન પ્રોજેક્ટનો શુભારંભ કરતા જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે, તંદુરસ્ત ગુજરાતના ઉજ્જવળ ભાવિ માટે બાળકોની તંદુરસ્તી અગત્યની બાબત છે. આપણે દરેક પરિવારને તંદુરસ્ત કરવા માટે સ્વસ્થ માતા, સ્વસ્થ બાળકના સૂત્રને અમલી કરવું પડશે. આ માટે તેઓએ ગામના આગેવાનોને તેઓની સહભાગિતા માટે નમ્ર અપીલ કરતાં જણાવ્યુ કે, શાળામાં દૂધ સંજીવની યોજના નો સંપૂર્ણ અમલ કરાવવો, આંગણવાડી ખાતેથી આપવામાં આવતા THRનો ઉપયોગ કરવો અને જતન પ્રોજેક્ટ અંતર્ગત આપવામાં આવેલા પોષણ કીટનો પણ જરૂરતમંદ બાળકો જ ઉપયોગ કરે તેની કાળજી રાખવી. સદર પ્રોજેકટમાં IMA ખેડબ્રહ્મા દ્વારા આપવામાં આવેલા સહયોગની પ્રશંસા કરી હતી. ધોઈ પ્રાથમિક શાળાની 10 કિશોરીઓને કાર્યક્રમ શુભ આરંભરૂપે પોષક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજ સુતરીયા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.એસ.ચારણ તથા સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠાના 49 સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને 232 હેલ્થ વેલનેસ સેન્ટર પર 1124 આયુષ્યમાન મેળા યોજાશે, આયુષ્યમાન ભવ: અભિયાનના આરંભથી જિલ્લાવાસીઓને ઘર આંગણે જ આરોગ્ય સુવિધા મળશે. આવતીકાલ 17 સપ્ટેમ્બર 2023થી સાબરકાંઠા જિલ્લામાં આયુષ્યમાન ભવ: અભિયાનનો પ્રારંભ થશે. જેને લઈને 49 સામુહિક આરોગ્ય કેન્દ્ર અને 232 હેલ્થ વેલનેશ સેન્ટર પર 1124 આયુષ્યમાન મેળા યોજાશે. તેવું જિલ્લા કલેક્ટર નૈમેષ દવેએ જણાવ્યું હતું.આયુષ્યમાન ભવ: અભિયાન અંગેની વિગત એવી છે કે, 17 સપ્ટેમ્બરના રોજ આ અભિયાનનો પ્રારંભ થશે જે ત્રણ તબક્કામાં હશે. જેમાં આયુષ્માન આપકે દ્વાર 3.0 અંતર્ગત પી.એમ.જે.વાય યોજના હેઠળ લાભાર્થીઓને આયુષ્માનકાર્ડનું વિતરણ કરાશે. બીજા તબક્કામાં સાબરકાંઠાના 49 સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને 232 હેલ્થ વેલનેસ સેન્ટર ઉપર 1124 આયુષ્યમાન મેળા યોજાશે. જેમાં તબીબી કેમ્પ, ઓબ્જેકટ્રિક અને સ્ત્રી, બાળ અને મનોરોગ, સર્જરી સહિતની બિમારીઓ માટે નિષ્ણાંત તબીબો દ્વારા સેવા પુરી પાડવામાં આવશે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ આારોગ્ય સંભાળ વિષે જાગૃતિ વધારવા માટે 2 ઓક્ટોબર અને 22 ડિસેમ્બરના રોજ આષ્યુમાન સભા યોજાશે.આ અંગે જિલ્લા કલેક્ટર નૈમેષ દવેએ જણાવ્યું હતું કે, જિલ્લામાં અત્યાર સુધી 6,91,986 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરાયું છે. જેમાં બાકી રહેતા 38 ટકા લોકોને આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે. આ ઉપરાંત દર્દીઓને સંપૂર્ણહેલ્થ હિસ્ટ્રીની વિગતો આપતું આભા કાર્ડ તૈયાર કરવામાં આવશે. જેનાથી લાભાર્થીઓ કોઇ પણ જગ્યાએ સારવાર કરાવી શકશે. તેમણે ઉમેર્યુ હતું કે, ખાસ કરીને ગ્રામીણ આદિવાસી વિસતારમાં જોવા મળતા સિકલસેલ એનીમિયા અને ક્ષય નિર્મૂલન અને બિન ચેપી રોગોના ઉપચાર માટે સ્પેશયલડ્રાઇવ યોજાશે. તેમજ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન જિલ્લાના તમામ આરોગ્ય ધામોમાં સ્વચ્છતા અભિયાન, ઓર્ગન ડોનેશન પ્લેજ ડ્રાઇવ અને રક્તદાન શિબિર યોજાશે.આ પ્પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાએ જણાવ્યું હતું કે, મારી માટી મારો દેશના બીજા તબક્કામાં ગ્રામ્યકક્ષાએ આ અભિયાનનો પ્રારંભ થશે. જેમાં ગ્રામવાસીઓ પાસેથી કળશમાં માટી કે ચોખા એકત્ર કરવામાં આવશે. જે બાદમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ ભવ્ય ઉજવણી કરવામાં આવશે.