Home / News / સાબરકાંઠા મંડપ એસોસીએશન દ્વારા તમામ ટેક્સ માફ કરવા આવેદન અપાયું
સાબરકાંઠા મંડપ એસોસીએશન દ્વારા તમામ ટેક્સ માફ કરવા આવેદન અપાયું
મહામારીને કારણે અનેક નિયંત્રણો આવી જતાં એક વર્ષથી બેરોજગાર થયેલ મંડપ એસોસિએશન દ્વારા સોમવારે પાલિકા-પંચાયતના તમામ પ્રકારના ટેક્સ અને લીઝ પર લીધેલ સરકારી જગ્યાઓનું ભાડુ માફ કરવા તથા વીજ યુનિટની ઉપર લાગતા વધારાના તમામ કર માફ કરવા મુખ્યમંત્રીને ઉદ્દેશીને મામલતદારને આવેદન અપાયુ હતું. સાબરકાંઠા જિલ્લા મંડપ હાયરર્સ અને ઇલેક્ટ્રીક એસોસિએશનના પ્રમુખ અશોકભાઇ સથવારાએ જણાવ્યુ કે મંડપ ડેકોરેશન, સાઉન્ડ, ફુલ સુશોભન, ઇવેન્ટ મેનેજમેન્ટ, કેટરર્સ, ડીજે, ફોટોગ્રાફી, વીડીયોગ્રાફી જેવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો કોરોના મહામારીના લોકડાઉન અનલોક ગાઇડલાઇનને કારણે છેલ્લા એક વર્ષથી બેરોજગાર બન્યા છે અને વ્યવસાય બંધ છે.
12 માસથી વ્યવસાયીઓ બિલકુલ બેરોજગાર હાલતમાં હોઇ ગોડાઉનના ભાડા, પાર્ટી પ્લોટના ભાડા, લીઝ પર લીધેલ સરકારી પ્લોટ, હોલના ભાડા, વિવિધ પ્રકારના કર, સ્ટાફના પગાર, અન્ય ખર્ચ વેઠવો હવે સંભવ નથી જેથી મામલતદારને આવેદન આપી પાલિકા કે પંચાયત વિસ્તારમાં આવતા પ્લોટ, ગોડાઉન, ઓફિસની જગ્યાઓના તમામ પ્રકારના પ્રત્યક્ષ અને પરોક્ષ ટેક્સ માફ કરવા અને જેણે આવા ટેક્સ ભરી દીધા છે તેમને પરત જમા આપવા તથા લીઝ પર રાખેલ સરકારી પ્લોટ, હોલ, ગોડાઉનના ભાડા માફ કરવા મુખ્યમંત્રીને નિર્ણય લેવા અરજ કરી છે. તદ્દપરાંત વીજબીલમાં યુનીટ સિવાયની એટલે કે મીટર ભાડુ, જીએસટી, પરોક્ષ કર સહિતની રકમ માફ કરવા માંગ કરાઇ છે.