ચંદ્ર ગ્રહણને લઈને ખેડબ્રહ્માનું અંબિકા માતાજીનું મંદિર બપોરે 2.30 કલાકથી દર્શન માટે બંધ

સાબરકાંઠા
સાબરકાંઠા

વર્ષ 2023નું છેલ્લું ગ્રહણ આવતીકાલે થશે. તો શરદપૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણ થવાને લઈને વિવિધ મંદિરોના બપોર બાદ ધ્વાર બંધ થશે અને રવિવારે સવારે ભક્તો માતાજીના દર્શન કરી શકશે. તો ખેડબ્રહ્માનું અંબિકા માતાજીનું મંદિર બપોરે 2.30 કલાકે બંધ થશે.શરદ પૂર્ણિમાએ ચંદ્રગ્રહણ છે. જેને લઈને મંદિરો બપોર બાદ બંધ થઇ જશે. તો સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં આવેલા નાના અંબાજી એટલે અંબિકા માતાજીના મંદિરના ધ્વાર શનિવારે બપોરે 2.30 કલાકથી બંધ થઇ જશે અને રવિવારે સવારે રાબેતા મુજબ મંદિર ભક્તોના દર્શન માટે ખુલ્લું થશે.આ અંગે અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ જયદીપસિંહ રાઠોડે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, ચંદ્ર ગ્રહણ હોવાને લઈને શનિવારે સવારે 6 કલાકે ખુલશે અને પ્રથમ મંગળા આરતી થશે. ત્યાર બાદ બપોરે 12 કલાક સુધી ભક્તોને માતાજીના દર્શન બંધ દરવાજાની બારીમાંથી થશે. તો બપોરે 2.30 કલાક બાદ મંદિરના સંપૂર્ણ ધ્વાર બંધ થશે. રવિવારે સવારે રાબેતા મુજબ મંદિર ખુલશે અને મંગળા આરતી બાદ દર્શન માટે મંદિર ખુલ્લુ રહેશે.


14 નવેમ્બરને 2023ના રોજ નુતન વર્ષના દિવસે માતાજીની મંગળા આરતી સમય બદલાયો છે. તો કારતક સુદ એકમના રોજ મંગળવારે બેસતા વર્ષના દિવસ મંગળા આરતી સવારે 5 કલાકે થશે. 16 નવેમ્બરના 2023 ને બુધવારે ભાઈબીજના દિવસથી મંગળા આરતી સવારે રાબેતા મુજબ થશે.હિંમતનગરમાં આવતીકાલે ચંદ્ર ગ્રહણ હોવાને લઈને વિવિધ મંદિરો બપોર બાદ મંદિર દર્શન માટે બંધ થશે. તો હિંમતનગરના રાયગઢમાં આવેલા શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ચંદ્ર ગ્રહણને લઈને બપોરે 2 કલાકથી રાત્રીના 3 કલાક સુધી બંધ રહેશે. 29 ઓક્ટોમ્બર 2023ના રવિવારે સવારે મંદિર પ્રક્ષાલન કર્યા બાદ પૂજન આરતી કર્યા બાદ દર્શન કરી શકાશે.ગ્રહણનો સમય 28 ઓક્ટોમ્બર 2023 ને સંવત 2079ના આસો સુદ શરદ પુનમને શનિવારે ચંદ્ર થશે. જે ગ્રહણ વેધ બપોરે 3.24 કલાકે થશે. તો રાત્રે 1.05 કલાકેથી ગ્રહણ સ્પર્શ, ગ્રહણ મધ્ય રાત્રે 1.44 કલાકે અને ગ્રહણ મોક્ષ રાત્રે 2.22 કલાકે થશે. ગ્રહણનો પર્વ કાળ 1.17 મીનીટનો હશે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.