
હિંમતનગરના મોતીપુરામાં નેશનલ હાઇવેના સર્વિસ રોડની બાજુની RCCની ગટરમાં આઇવા ઉતરી ગઈ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મોતીપુરાથી અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે ફોર લેનનું સીક્ક્ષ લેનમાં કામ ચાલી રહ્યું છે. જેની કામગીરી પ્રગતિમાં છે ત્યારે સર્વિસ રોડ પરથી જઈ રહેલો આઇવા ટ્રક RCCની બનાવેલી ગટરમાં ઉતરી પડી જેને લઈને નુકસાન થયું હતું. ગટરની કામગીરીની પોલ ખુલી હતી. તો પુલના કામગીરીને લઈને રસ્તો બંધ કરવામાં આવતા સર્વિસ રોડ પર આ ઘટના બની હતી.
મુંબઈ-દિલ્હી નેશનલ હાઇવે સીક્ક્ષ લેનનું સાડા પાંચ વર્ષથી કામ ચાલી રહ્યું છે. જ્યારે હિંમતનગરના GIDC પાસે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. જેને લઈને ચાર દિવસ પહેલા રસ્તો બંધ કરી ટ્રાફિક સર્વિસ રોડ પર ડાઈવર્ટ કરવામાં આપ્યો હતો. જેને લઈને મોતીપુરા વિસ્તારમાં ભારે ટ્રાફિક થતો હતો. દરમિયાન સોમવારે સવારે ઈડરના ઇસરવાડાથી ગઢોડા ઓરેકલ સિરામિક્સમાં પાવડર ભરીને જઈ રહેલા આઇવા અને સામેથી કાર આવતા આઇવા રોડની બાજુમાં રોડ સમાંતર બનાવેલ RCCની ગટરમાં આઇવા ઉતરી ગઈ હતી. જેને લઈને કરેલી કામગીરીની પોલ ખુલી ગઈ છે. ત્યારે હજી ચોમાસું બાકી છે. જેને લઈને નેશનલ હાઇવે રોડ અને પુલની કામગીરી પર અનેક સવાલો થઇ રહ્યા છે. ત્યારે ચોમાસામાં જ કામગીરીની પરીક્ષા થશે.
આ અંગે મોતીપુરા વિસ્તારમાં વેપારી ઉમંગ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર દિવસથી રસ્તો બંધ કરીને સર્વિસ રોડ પર ટ્રાફિક ડાઈવર્ઝન આપ્યું છે. જેને લઈને ટ્રાફિક વધી જતા અકસ્માતો સર્જાયા છે. તો આજે પણ આઇવા સર્વિસ રોડ સાઈડની ગટરમાં ઉતરી ગઈ હતી. જેને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રસ્તો ખોલી દેવાયો હતો. બે કલાક માટે બંધ કરેલો રોડ ચાર દિવસ બંધ રહ્યો. જેને લઈને વેપારીઓને અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.