
સાબરકાંઠામાં નાસતો ફરતો આરોપી ભિલોડા ત્રણ રસ્તાથી ઝડપાયો
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઇડરના ભિલોડા ત્રણ રસ્તેથી ઝડપી પાડી ઇડર પોલીસને સોંપ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે, સાબરકાંઠા એલસીબીના પીઆઈ એ.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ એલસીબીના પી.એસ.આઇ. એસ.જે. ચાવડા તથા સ્ટાફના સનતકુમાર, વિજયકુમાર, પ્રકાશભાઈ અને ગોપાલભાઈ ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી આધારે ઇડરના ભિલોડા ત્રણ રસ્તા પાસેથી જાદર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના સરાડા તાલુકાના પ્રસાદ ગામના કુંદન સન ઓફ જમકલાલ હીરાલાલ જૈનને ઝડપી લીધો હતો. ત્યારબાદ ઇડર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.