મોડાસાના મોતીપુરા નજીક બે બાઇક વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત

અરવલ્લી
અરવલ્લી 118

રખેવાળ ન્યુઝ અરવલ્લી : અરવલ્લી જિલ્લાના આંતરિયાળ માર્ગો પર વારંવાર જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે. જેમાં કેટલાય નિર્દોષ લોકો મોતને ભેટે છે. મળતી માહિતી મુજબ મોડાસા તાલુકાના દધાલીયા મોતીપુરા નજીક બે મોટર સાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મોડાસા તાલુકાના જંબુસર ગામના વતની ભરતભાઈ પરસોતમભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ આશરે ૩૬ નું શરીર તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી ઘટનાસ્થળે કરૂણ મોત નિપજયુ હતુ. અકસ્માત સર્જાતા ઘટનાસ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટયા હતા. આ ઘટનામાં આશાસ્પદ યુવાનનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડયું હતું તથા પંથકમાં ભારે ગમગીની છવાઇ હતી. મોડાસા ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળ પર પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.