સાબરકાંઠામાં દિવ્યાંગ મહિલા પર દુષ્કર્મ આચરી ભાગી ગયેલો યુવક 24 કલાકમાં ઝડપાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વાવડી ગામનો યુવાન દિવ્યાંગ મહિલા પર દુષ્કર્મ આચરી નાસી છુટ્યો હતો. જેને ગાંભોઈ પોલીસે 24 કલાકમાં જ ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપીને આજે ગુરૂવારે કોર્ટમાં રજુ કરવામાં આવશે તેવું તપાસ કરનારા IUCWના પીઆઈ એન.એન.રબારીએ જણાવ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે બે દિવસ પહેલા સાંજના સમયે હિંમતનગર તાલુકાના વાવડી ગામના વિજયસિંહ કડવુસિંહ મકવાણાએ દિવ્યાંગ મહિલાને બાઈક પર બેસાડી લાવી ચાંદરણી નજીક ઝાડી ઝાંખરામાં દુષ્કર્મ આચર્યુ હતું. દરમિયાન બુમાબુમ થતાં વિજયસિંહ બાઈક મૂકી ભાગી ગયો હતો. તો બીજી તરફ પીડિત દિવ્યાંગ મહિલાના પરિવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ગાંભોઈ પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને ગુનો બન્યાના 24 કલાકમાં ગઈકાલે બુધવારે મોડી સાંજે ગાંભોઈ પોલીસે વિજયસિંહ મકવાણાને ઝડપી લીધો હતો. સાથે બાઈક પણ કબજે કરી લીધી હતી. તો તપાસ IUCWના પીઆઈ એન.એન.રબારીએ હાથ ધરી છે, આજે ઝડપાયેલા યુવકને કોર્ટમાં રજુ કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.