હિંમતનગર-પ્રાંતિજ હાઈવે પર યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાધો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી પ્રાંતિજ નેશનલ હાઈવે પર આજે સવારે દલપુર પાસે ઝાડ પર તાજપુરી (હાપા) ગામના યુવાને અગમ્ય કારણોસર ઝાડે લટકી ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. જેને લઈને હિંમતનગર એ-ડિવિઝન પોલીસને જાણ થતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મળેલી માહિતી મુજબ, પ્રાંતિજના દલપુર પાસે નેશનલ હાઇવે 48 પર બુધવારે સવારે રોડ સાઈડે હિંમતનગર તાલુકાના તાજપુરી(હાપા) ગામના 32 વર્ષીય હિતેન્દ્રસિંહ વિજયસિંહ પરમાર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. જેને લઈને રોડ પર અવર જવર કરતા લોકોના ટોળા થયા હતા. આ અંગે 108ને જાણ કરતા તાત્કાલિક સ્થળ પર 108 આવી હતી. ત્યાર બાદ પ્રાંતિજ પોલીસને જાણ કરવામાં આવી હતી. પ્રાંતિજ પોલીસ સ્થળ પર આવ્યા બાદ હદ હિંમતનગર એ-ડિવિઝનની હોવાને લઈને એ-ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને લઈને એ-ડિવિઝન પોલીસે સ્થળ પર પહોચીને કાર્યવાહી હાથ ધર્યા બાદ મૃતદેહને પીએમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.