ઇડર નજીક બેફામ ટેમ્પોએ બાઇકસવારને અડફેટે લીધો, યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું

સાબરકાંઠા
સાબરકાંઠા

ઇડર તાલુકાના ગામ નજીક બેફામ ટેમ્પોની ટક્કરે બાઇકચાલકનું સારવાર પહેલાં જ મોત થયુ છે. ગઇકાલે સાંજના સમયે વડાલીના યુવકને ઇડર તાલુકાના ગામ નજીક અકસ્માત નડ્યો હતો. જેથી સ્થાનિકો દ્રારા તાત્કાલિક અસરથી તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર અર્થે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ યુવકનું રસ્તામાં મોત થયુ હતુ. આ તરફ ટેમ્પો ચાલક પણ અકસ્માત સર્જીને નાસી છુટ્યાનું સામે આવ્યુ છે. સમગ્ર મામલે ઇડર પોલીસે ફરાર ટેમ્પો ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સાબરકાંઠા જીલ્લાના વડાલી તાલુકાના મહોર ગામના યુવકનું ઇડર નજીક ગંભીરપુરા ગામ પાસે અકસ્માતમાં મોત થયુ છે. મહોર ગામના રાહુલ બાબુજી ઠાકરડા વડાલી ખાતે કિશાન એગ્રોમાં નોકરી કરે છે. ગઇકાલે તેઓ પોતાના શેઠનું બાઇક લઇને ઇડરના ગંભીરપુરા નજીકથી પસાર થતાં હોઇ રસ્તાની સાઇડમાં ઉભા હતા. આ દરમ્યાન પાછળથી બેફામ ગતિએ આવતાં ટેમ્પો(407)ના ચાલકે તેમને અડફેટે લીધા હતા. જેને લઇ સ્થાનિકો સહિતનાએ તાત્કાલિક સારવાર અર્થે ખસેડતાં રસ્તામાં જ તેમનું મોત થયુ હતુ.

સાબરકાંઠા જીલ્લામાં આજે વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સાંજના સમયે ઇડરના ગંભીરપુરા ગામે રસ્તાની સાઇડમાં ઉભેલા યુવકનું અકસ્માતની ઘટનામાં મોત નિપજ્યું છે. આ તરફ અકસ્માત સર્જીને ટેમ્પો ચાલક પણ ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. સમગ્ર મામલે મૃતકના પિતાએ ફરાર ચાલક સામે ઇડર પોલીસ મથકે આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134(b) મુજબ ગુનો નોંધાવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.