ઇડર અને જાદરમાં ચંદન ચોરી કરતી ગેંગની મહિલાને પાસા કરાઈ

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જીલ્લાના ઇડર અને જાદર આસપાસના ગામોમાં ચંદન ચોરી મોટા પ્રમાણમાં થઇ હતી. જેને લઈને મધ્યપ્રદેશની ચંદન ચોરી ગેંગ ઇડરમાંથી ઝડપાઈ હતી. જેને લઈને પકડાયેલા આરોપીઓને એલસીબી દ્વારા પાસાની દરખાસ્ત કરવામાં આવી હતી. ચંદન ચોરી કરતી ગેંગમાં અત્યાર સુધીમાં 3 જણાને પાસા કરવામાં આવ્યાં છે. જેમાં 3 મહિના પહેલા 2 જણાને પાસા કરાઈ હતી ત્યારબાદ મહિલાને પાસા કરવામાં આવી છે.

આ અંગે એલસીબીના પીઆઈ એમ.ડી. ચંપાવતે જણાવ્યું હતું કે, થોડાક મહિના પહેલા ઇડર અને જાદરની આસપાસના ગામોમાં મોટા પ્રમાણમાં ચંદન ચોરી થઇ હતી. જેમાં રક્ત ચંદન સહિતના ચંદનના લાખો રૂપિયાના ઝાડ કપાયા હતા. ત્યારબાદ એલસીબીએ સતત વોચ રાખી અને બાતમી આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં ચંદન ચોરી કરતી ગેંગ ઝડપાયી જેમાં મહિલાઓ પણ હતી. આ ચંદન ચોરી કરતી મધ્યપ્રદેશની ગેંગના 2 જણાને 3 મહિના પહેલા પાસા કરવામાં આવી હતી અને ગેંગની ત્રીજી સભ્ય મહિલાની પાસાની દરખાસ્ત તૈયાર કરવાની સુચના આધારે કાર્યવાહી કરાઈ હતી. તો જીલ્લામાં ચંદનના ઝાડ ચોરી કરી સમાજમાં અસામાજિક પ્રવૃતિ કરતા ઇસમો વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.