
અરવલ્લીના જાણીતા લેખકે માટીકલાના વ્યવસાયને વિકસાવવાનો પ્રયાસ કર્યો
(રખેવાળ ન્યૂઝ)હિંમતનગર , પ્રજાપતિ સમાજની જીવાદોરી અને આજીવિકા રળવાનુ સાધન એટલે ઈશ્વરે આપેલી માટીની અમુલ્ય ભેટ કુંભાર પ્રજાપતિ સમાજ વષૉથી માટીકલા સાથે સંકળાયેલો છે માટીમાંથી અવનવા વાસણો બનાવી સમગ્ર જગતને પૂરા પાડેલા છે અને આજે પણ પૂરા પાડે છે પણ હાલના સમયમાં માટીકલા સાથે જાેડાયેલો કુંભાર પ્રજાપતિ સમાજનું યુવાધન આ ધંધામાંથી ખુબ ઓછું થઈ રહ્યું છે ત્યારે કુંભાર પ્રજાપતિ સમાજમાં જન્મ લેનાર અરવલ્લીના જાણીતા લેખક રખેવાળ હિરેન પ્રજાપતિ આ માટીકલાનો વ્યવસાય ખુબ વધુને વધુ વિકસે તેવા પ્રયાસો કરી રહ્યા છે માટીસાથે લેખક રખેવાળ ને ખુબ લાગણીઓ જાેડાયેલી છે સોનું ચાંદી પિત્તળ તાંબુ જર્મન જેવી ધાતુઓમાંથી બનતા વાસણો વેલ્ડીગ ઝારણ રીવેટ થકી અન્ય કલાકારો બનાવે છે.
જ્યારે કુંભાર કસબી કારીગર વગર વેલ્ડીગ ઝારણ રીવેટ એ કામ કરી રહ્યા છે આજે અત્યાધુનિક સમયમાં પુનઃ માટીનું ચલણ આવી રહ્યું છે અને માનવ જગત આ માટીનાં વાસણો તરફ પુનઃ પ્રેરાય રહ્યો છે એ જાેઈને સમગ્ર પ્રજાપતિ સમાજ વંશ પરંપરાગત માટીકલાને જીવંત રાખે તે માટે વિવિધ રાજ્યોની માટીકલર્ને નિહાળવાનો પ્રયાસ અને પ્રવાસ શરૂ કયૉ છે
હાલમાં જ રાજસ્થાન ઉદેપુર શિલપગામની મુલાકાત લેતા વિવિધ રાજયોના માટીના વાસણોથી લયને અન્ય માટી શિલ્પની કલાકૃતિઓ નિહાળી….દેશ કી માટી નો શુભ સંદેશ સમગ્ર પ્રજાપતિ સમાજને આપ્યો છે. આ સાથે સાથે અન્ય રાજ્યોમાં માટીને ઘાટ આપવા માટે નાં ચાકડા પણ જુદા જુદા પ્રકારના હોય છે જે ચાકડા ઊપર લેખક રખેવાળએ પોતાના પૂર્વજાેને યાદ કરી હાથ અજમાવ્યો હતો નવ વર્ષનો બાળક અક્ષ પ્રજાપતિ જે ધોરણ ૫ માં અભ્યાસ કરે છે તે આ દેશ કી માટી યાત્રા નો સહીયોગી પ્રવાસી છે
તેને દેશ કી માટીનાં બોર્ડને લેખકનાં હાથમાં જાેતાં મીટી કે રંગ નામ આપી પોતે ઉદેપુરના શિલપગામ કુભારી હસ્ત કલાનાં ચાકડા પર અક્ષ પ્રજાપતિએ હાથ અજમાવી ચાકડર્ને ફેરવ્યો હતો. એક ઈંચ થી લયને ૧૦ ફુટ સુધીની માટીની કલાકૃતિઓ શિલ્પકામમાં અન્ય રાજ્યોની કુભારી કલા નિહાળવાનો એકવાર જરૂર પ્રયત્ન કરી પ્રજાપતિ સમાજનું યુવાધન આ વ્યવસાય સાથે સંકળાય ને આ લુપ્ત થતાં કુંભારી કલા વારસાને જીવંત રાખે તેવો સંદેશો સમગ્ર સમાજને લેખક રખેવાળ અને અક્ષ પ્રજાપતિ પાઠવી રહ્યા છે.