
હિંમતનગરમાં પાલિકા પ્રમુખ અને સમિતિના ચેરમેનોની ટીમે સ્થળ મુલાકાત લીધી
હિંમતનગરમાં નગરપાલિકા સંચાલિત અંતિમધામમાં વધુ સગવડ સાથે વધુ મોટું બનાવવા માટે પાલિકા પ્રમુખે તેમની વિવિધ સમિતિઓના ચેરમેન અને કન્સલટન્ટ સાથે સ્થળ મુલાકાત લીધી હતી. જેમાં સુધારા વધારા કરીને સગવડ કેવી રીતે વધુ મળી શકે તેની ચર્ચા કરી હતી અને અગામી દિવસોમાં કામગીરી હાથ ધરવામાં આવી શકે છે. હિંમતનગરમાં ડૉ. નલીનકાંત ગાંધી ટાઉન હોલ પાછળ અને BSNL કચેરી પાસે નગરપાલિકા દ્વારા સંચાલિત અંતિમધામ બનાવવામાં આવ્યું છે. આ અંતિમધામની પાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય સાથે તેમની વિવિધ સમિતિના ચેરમેન અને કન્સલટન્ટ સાથે સ્થળ મુલાકાત લીધી હતી. તો અંતિમ ધામના રીનોવેશનને લઈને ચર્ચા કરી અને સ્થળ પર શું અને કઈ રીતે ફેરફાર કરવા તેની પણ માહિતી મેળવી હતી. અંદાજીત અડધો કલાકનું રોકાણ કર્યા સ્થળની માહિતીથી વાકેફ થયા હતા. અગામી સમયમાં અંતિમધામનું રીનોવેશન કરીને મોટું બનાવવામાં આવશે સાથે સગવડ પણ વધશે.
આ અંગે હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, અંતિમધામનું રીનોવેશન કરવાને લઈને મુલાકાત લીધી હતી. હાલમાં જે ગેટ છે તે બહાર ખસેડીને BSNL કચેરીના લાઈનમાં કરવામાં આવશે તો અંદર પ્રવેશતા જમણી તરફની ઓરડી દૂર કરવામાં આવશે. બીજી તરફ ગાય માટે રાખવાનું સ્થળ દૂર કરી દેવામાં આવશે અને તેને અન્યત્ર કાટવાડ રોડ પર ખસેડવામાં આવશે તો બાળકનું સ્મશાન પણ મોટું કરવામાં આવશે. જ્યારે શંકર ભગવાનની પ્રતિમા મોટી લગાવવામાં આવશે. આ સિવાય પણ નાના મોટા સુધારા કરવામાં આવશે. જેને લઈને અગામી દિવસમાં તેની કામગીરી હાથ ધરવામાં આવશે.