કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન તૈયાર કરાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ગુરૂવારે ડિઝાસ્ટર વિભાગ દ્વારા પુર વાવાઝેાડા તથા અન્ય જોખમો અંગેની પૂર્વ તૈયારીના ભાગરૂપે પ્રિ-મોન્સૂનના આયોજન અંગેની બેઠક મળી હતી. જેમાં જિલ્લામાં નદી કિનારાના 174 ગામો અને 167 ડીપ પર બંદોબસ્ત ગોઠવવાની તાકીદ કરાઇ હતી.

આ અંગેની વિગત એવી છે કે, બેઠકમાં જિલ્લા કલકેટર નૈમેષ દવેએ જણાવ્યું હતું કે, ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન મામલતદાર દ્વારા શહેરી વિસ્તારના સીટી ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ચીફ ઓફિસર દ્વારા અને વિલેજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ટીડીઓ દ્વારા અપડેટ કરવાની કામગીરી હાથ ધરવી જોઇએ. તેમજ જિલ્લામાં દરેક વિભાગોના ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. બેઠક દરમિયાન સિંચાઈ વિભાગ દ્વારા વાયરલેસથી દર બે કલાકે સ્થિતિની જાણકારી આપવા અને પોશીના, ખેડબ્રહ્મા અને વિજયનગર જેવા તાલુકાઓમાં માર્ગ અને મકાન વિભાગ તથા સિંચાઈ વિભાગ કોઝ વે પર ઊંડાઈ દર્શાવતા બોર્ડ મુકવા જણાવ્યું હતું. નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે પર મોટા વૃક્ષોની ડાળીયો કાપવા, હોડિગ્સ હટાવવા, વીજ પોલ ચેક કરી લેવા જણાવ્યું હતુ. તેમણે મામલતદારોને દરેક ગામોની 10 વ્યક્તિઓની સંપર્ક સૂચી તૈયાર કરવામાં અને જિલ્લા મત્સ્યઉદ્યોગ વિભાગ તાલુકા મામલતદારને બોટો અંગેની અધતન માહિતી પૂરી પાડવા જણાવ્યું હતું.

જિલ્લાના 174 નદી કિનારાના ગામો અને 167 ડિપો પર ખાસ બંદોબસ્ત રાખવા, તરવૈયાનું લીસ્ટ, ગામના તળાવોની સ્થિતિ-રિપેરીંગ પાળા બાંધવા, સાધનોની વિગત સહિતની તમામ માહિતી ઉપલબ્ધ હોય તે જરૂરી ગણાવ્યું હતુ. દરેક નગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા આપદામીત્રોને સાથે રાખી ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવાય તેમ ભારપૂર્વક જણાવ્યું હતું. જ્યારે ચોમાસા પહેલા દરેક તાલુકા કક્ષાએ લાયઝન અધિકારી દ્વારા મોકડ્રીલ યોજીને સતર્કતા દાખવાની કામગીરી કરવા જણાવ્યું હતુ. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર દિગંત બ્રહ્મભટ્ટ, પ્રાંત અધિકારીઓ, તમામ મામલતદાર-તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.