
હિંમતનગરની હાથમતી નદીમાંથી કપડામાં વીંટેલુ નવજાત મૃત ભ્રુણ મળ્યું
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હસનનગર પાસેની હાથમતી નદીમાંથી રવિવારે મોડી સાંજે કપડામાં વીંટીલુ નવજાત મૃત ભ્રૃણ સ્થાનિકોને નદીના પાણીમાં જોવા મળતા બી ડિવિઝન પોલીસને જાણ કરી જેને લઈને પોલીસે ઘટનાસ્થળે આવી પહોંચીને FSLની મદદથી કાર્યવાહી હાથ ધરી અજાણ્યા સ્ત્રી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના PI એસ.જે.પંડ્યા અને PSI વી.આર.ચૌહાણે જણાવ્યું હતું કે, હિંમતનગરના હસનનગર પાસેની હાથમતી નદીમાં પાણીમાં રવિવારે સાંજે કપડામાં વીંટીલુ નવજાત મૃત ભ્રૃણ સ્થાનિકે રવિવારે જોયું હતું. જેને લઈને હિંમતનગર બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી.ત્યાર બાદ PI અને PSI સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચીને મૃત ભ્રૃણને બહાર કાઢ્યું હતું. ત્યાર બાદ પંચનામું કરવામાં આવ્યું હતું અને FSLને બોલાવી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યાર બાદ મૃત ભ્રૃણને હિંમતનગર સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યું હતું. આ અંગે હિંમતનગર બી-ડિવિઝન પોલીસે અજાણી સ્ત્રી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.