
હિંમતનગર નજીક ચોરીની બાઇક સાથે સગીર પકડાયો
હિંમતનગર એ ડિવીઝન પોલીસે ગાંભોઇથી હિંમતનગર નજીક વોંચ ગોઠવી ચોરીની બાઇક સાથે એક બાળ કિશોરને ઝડપી લઇ બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી રૂપિયા 1 લાખની કિંમતની બાઇક સહિત મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર હિંમતનગર એ ડિવીઝન પોલીસ મથકમાં રૂપિયા 1 લાખની કિંમતની બાઇક ચોરીની ફરિયાદ નોંધાયા બાદ હિંમતનગર એ ડિવીઝન પોલીસે વોંચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મળી હતી કે, ત્રણ શખ્સો ચોરીની મોટર સાયકલ સાથે ગાંભોઇથી હિંમતનગર તરફ આવી રહ્યા છે.
બાતમીના આધારે સહકારી જીન વિસ્તારમાં વોંચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન ડુંગરપુર તાલુકાના વિંછીવાડા ગામના ગોમતી ફળા ગામનો એક બાળ કિશોર ચોરીની મોટર સાયકલ સાથે ઝડપાયો હતો.
જેની આધાર પુરાવા માંગતા તેની પાસે કોઇ આધાર પુરાવા ન હોવાનુ તેમજ ચોરીની બાઇક 10 દિવસ પહેલા હિંમતનગરની એક સોસાયટીમાંથી ચોરી કરી હોવાનુ કબુલાત કરતા પોલીસે ચોરીની બાઇક સાથે આ બાળ કિશોરને ઝડપી લીધો હતો.