વિજયનગરના ટીટારણ નજીકથી બોલેરોમાં બંદુક સંતાડીને લાવતો શખ્સ ઝડપાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પોલીસે ટીટારણ નજીકથી બોલેરોમાં બંદુક સંતાડીને લાવતો રાજસ્થાનના શખ્સને ઝડપી લીધો હતો. તો એલસીબી હિંમતનગરના વાસણા નજીકથી રીક્ષામાંથી વિદેશી દારૂ સાથે ત્રણ જણાને ઝડપી લીધા છે અને ચાર સામે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

વિજયનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.બી.ચૌધરીએ જણાવ્યું હતું કે, વિજયનગરના ટીટારણ નજીક વાહન ચેકિંગ દરમિયાન સ્ટાફના વિજયકુમાર અને કલ્પેશકુમારને મળેલી બાતમી આધારે રાજસ્થાનના-ખોખરા તરફથી આવતી બોલેરો ગુજરાત પાસીંગની બોલેરો GJ-09-BA-9375 ને રોકી તેમાં તપાસ કરતા દેશીબનાવટની ફૂલ્લીદાર સિંગલ બેરલ બંદુક રૂ.5 હજારની સંતાડેલી વગર લાયસન્સની બંદુક મળી આવી હતી. જેથી એક મોબાઈલ, બંદુક અને બોલેરો મળી રૂ.2 લાખ 5 હજારનો મુદ્દામાલ સાથે રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ખેરવાડા તાલુકાના પાડેલીયા ગામના બાબુલાલ નાથાજી ખોખરીયાને ઝડપી લઈને તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

સાબરકાંઠા એલસીબીના પીએસઆઈ એ.જી.રાઠોડે જણાવ્યું હતું કે, એલસીબીના પીએસઆઈ એસ.જે.ચાવડા અને સ્ટાફના વિક્રમસિંહ, અમરતભાઈ, અનિરુદ્ધસિંહ, પ્રકાશભાઈ અને કાળાજી હિંમતનગરના ગાંભોઈ વિસ્તારમાં પેટ્રોલિંગમ હતા. જે દરમિયાન મળેલી બાતમી આધારે હિંમતનગરના વાસણા નાકાબંધી કરી વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ખેરવાડા તાલુકાના ભાણમેર ફળો ઝાંઝરીનો જગદીશ બાબુભાઈ ગામેતી રીક્ષા GJ-38-W-4448 માં તપાસ કરતા સીટના પાછળના ભાગે વિમલના બે થેલા અને મીણીયાની થેલીમાં વિદેશી દારૂની બોટલો 144 અને બિયરની બે પેટી મળી રૂ. 32,640 અને સીએનજી રીક્ષા રૂ.1 લાખ 50 હજાર મળી કુલ રૂ. 1 લાખ 82 હજાર 640 નો મુદ્દામાલ કબજે લીધો. ત્યારબાદ વિદેશી દારૂ મંગાવનાર હિંમતનગરમાં જૂની સિવિલ સામે ભાટવાસમાં રહેતા જીતુભાઈ માધાભાઈ ભાટ, ભોલેશ્વરમાં રહેતા જ્ગીનકુમાર રમેશભાઈ બજાણીયા ભાટ બે જણા અને દારૂ રીક્ષામાં આપવા વાળો ફરાર ગુડા ઠેકાવાળા સહીત ચાર સામે ગાંભોઈ પોલીસ સ્ટેશના ગુનો નોધી ત્રણની ધરપકડ કરી હતી. ફરાર ઠેકાવાળાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.