
વડાલીના ભંડવાલથી બાઈક પર પિતા-પુત્ર દવા લઈને પરત ઘરે જતા હતા ને દીપડાએ હુમલો કર્યો
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ભંડવાલ પાસે પહાડીયા રોડ પર ગઈકાલે મોડી સાંજે પહાડીયા ગામના પિતા-પુત્ર બાઈક પર ઘરે જતા સમયે રોડ સાઈડથી દીપડા ચાલુ બાઈક પર બાઈક બેસેલ બાળક પર હુમલો કર્યો હતો. વન વિભાગને જાણ કરતા ઘટના સ્થળે પહોચી કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગેની વિગત એવી છે કે, વડાલી તાલુકાના ભંડવાલથી પહાડીયા ગામ વચ્ચે શનિવારે મોડી સાંજે 7:30 વાગેના સુમારે પહાડીયા ગામના ધુળાભાઈ ઠાકરડા અને તેમનો 12 વર્ષીય પુત્ર બાઈક પર ભંડવાલ ગામે દવા લેવા આવ્યા હતા. જે દવા લઈને પરત ફરતા સમયે ભંડવાલથી દોઢ કિમી પહાડીયા રોડ પર અચાનક રોડ સાઈડ પરથી દીપડાએ ચાલુ બાઈક પર હુમલો કરતા બાઈક પર સવાર 12 વર્ષીય બાળકના ડાબા પગના ઘૂંટણના ભાગે નખ વાગ્યા હતા. તો સમાન્ય પેન્ટ ફાટ્યું હતું. બીકના મારે પુત્રે પિતાને પકડી લીધા હતા. ત્યારબાદ ઘરે પહોંચતા પુત્રએ પિતાને કહ્યું હતું. દરમિયાન નજીકમાં રહેતા રહેમાન ભાઈએ ભંડવાલ ગામના સરપંચ નરેશભાઈ પટેલને કહ્યું હતું.
આ અંગે ભંડવાલ ગામના નરેશભાઈ પટેલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, મને રહેમાનભાઈએ જાણ કરતા મેં તરત વડાલી વન વિભાગને જાણ કરી હતી. જેને લઈને વન વિભાગના અધિકારી સાથેની ટીમ આવી પહોંચી હતી. ત્યારબાદ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી અને પહાડીયા ગામે જેના સાથે બનાવ બન્યો હતો. તેમના ઘરે પહોંચી તેમની પૂછપરછ કરીને પંચનામું કર્યું હતું. નખ વાગેલ ઈજાગ્રસ્તની પૂછપરછ કરી હતી અને પ્રાથમિક સારવાર લીધી હતી. તો તપાસ દરમિયાન વન વિભાગને દીપડાના પગના નિશાન જોવા મળ્યા હતા. જોકે હુમલાના બનાવમાં બાઈકની સ્પીડ વધુ હોવાને લઈને પળવારમાં હુમલો કરતા ખબર પડી ન હતી અને બચાવ પણ થઇ ગયો હતો. તો રોડની બંને બાજુ નર-માદા અને બે બચ્ચ રહેતા હોવાનું પણ જણાવ્યું હતું.