હિંમતનગરમાં ગુજરાત એનર્જી નોલેજ સેન્ટરનો સમારોહ યોજાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠાના હિંમતનગરમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અરૂણ મહેશ બાબુના વરદ હસ્તે હિંમતનગર વર્તુળ કચેરીના નવિન ગુજરાત એનર્જી નોલેજ સેન્ટરનું અનાવરણ વિધિવત સંપન્ન કરીને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે કોર્પોરેટ કચેરીના મુખ્ય ઇજનેર વી.એમ.શ્રોફ અને જી.એચ. એન્જિનિયર તેમજ વિશેષ મહાપ્રબંધક (મા.સં) એ.સી.પ્રજાપતિ અને અધિક્ષક ઇજનેર જેટકો હિંમતનગર ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે મેનેજિંગ ડિરેકટર સંબોધન કરતા હિંમતનગર ખાતે બનાવેલ નવિન ટ્રેનિગ સેન્ટર દ્વારા કર્મચારીઓને થતાં ફાયદા અંગે માહિતી આપી તાલીમનું મહત્વ સમજાવ્યું હતું. તેમજ UGVCL દેશની પ્રથમ વર્ગની પ્રતિષ્ઠિત વીજ વિતરણ કંપની છે. જે ગર્વ લેવા જેવી બાબત છે. અન્ય ખાનગી સેક્ટરમાં કર્મચારીઓને આપવામાં આવતી તાલીમનું અનુસરણ આપણી કંપનીમાં કરી વધુ સારી સેવાઓ નાગરીકોના મળી રહે તે માટે અનુરોધ કર્યો હતો.

હિંમતનગર વર્તુળ કચેરીના કાર્યક્ષેત્ર હેઠળની વિવિધ પેટા-વિભાગીય કચેરીઓ દ્વારા કરેલ પ્રશંસનીય કામગીરી જેવી કે જીરો અકસ્માત, જીરો ડેબિટ એરિયર્સ માટે પેટા-વિભાગીય કચેરીના વડાઓને મેનેજિંગ ડિરેક્ટર દ્વારા પ્રશસ્તિ પત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહેમાનો તેમજ સ્ટાફ મિત્રો દ્વારા અકસ્માત નિવારણ અંગેના શપથ લેવામાં આવેલ હતા. અધિક્ષક ઇજનેર જી.જે.ધનુલાએ ઉપસ્થિત સર્વે મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને એચ.બી.ગાંધી કાર્યપાલક ઇજનેર હિંમતનગર દ્વારા આભારવિધિ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

હિંમતનગર UGVCL વર્તુળ કચેરીમાં શરુ થયેલ નોલેજ સેન્ટરમાં 10 તારીખથી ટેકનીકલ, નોન ટેકનીકલ, એક્સીડન્ટ, સેફટી, મેન્ટેનન્સ સહિતની ટ્રેનીગ UGVCLના કર્મચારીઓને તજજ્ઞો દ્વારા આપવામાં આવશે. જે સાત દિવસમાં પાચ દિવસ ટ્રેનીગ હશે. આ ઉપરાંત UGVCLના સાત કર્મચારીઓ અને અધિકારીઓનું વિશિષ્ટ કામગીરી બદલ સન્માન કરાયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.