
હિંમતનગરમાં ભૂલી પડેલી દિવ્યાંગ મહિલાને પરિવાર સાથે મળાવી
સાબરકાંઠા જિલ્લામાં ત્રણ દિવસ પહેલા સાંજે 181 પર કોલ આવ્યો હતો કે, મહિલાને ઝાડ સાથે બાંધી દીધી છે. જેથી 181ના ધીરલ પ્રજાપતિ, એએસઆઈ પન્નાબેન અને પાયલોટ મૌલિકભાઈ ઘટનાસ્થળની નજીક જ હતા. જેથી તેઓ ઘટનાસ્થળે ૧૫ મિનિટમાં પહોચી ગયા હતા. જ્યાં બે સંતાનોની માતાને બાવળીયાના ઝાડ સાથે દોરડા વડે બાંધેલી જોવા મળી હતી. જેથી 181 અભ્યમ ટીમે દોરડા ખોલી મહિલાને જીપમાં બેસાડી હતી અને દવા કરી હતી અને પોલીસ સ્ટેશનમાં લઇ ગયા હતા. જ્યાં મહિલાની અરજી આપી પોલીસને સોપી હતી.