
હિંમતનગરના હાથમતી વિયરથી શરુ થતી કેનાલ પર ઝડપી પહોચવા કામગીરી હાથ ધરાઈ
સાબરકાંઠા જિલ્લાના હાથમતી જળાશયમાંથી 45 કિમી નદીમાં થઈને હિંમતનગરના વિયરમાં પાણી આવે છે. જે સિંચાઈ માટે કેનાલ થકી હિંમતનગર, પ્રાંતિજ, દહેગામ અને ગાંધીનગર તાલુકાના ખેડૂતોને આપવામાં આવે છે. ત્યારે રવિ સીઝન પૂર્ણ થતા પાંચ પૂર્ણ થયા બાદ હવે પાણી બંધ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ હિંમતનગર હાથમતી વિયરમાં કેનાલના ગેટથી બંને તરફ રોડ લેવલ માટી કરીને રોડ બનાવવા અને બંને તરફ કેનાલમાં પથ્થરનું પીચીંગ સાથે કેનાલમાં રીપેરીંગની કામગીરી શરુ થઇ છે. તો હાથમતી વિયરમાં કેનાલના ગેટથી 700 મીટર પીચીંગ અને રોડ માટેના માટીના લેવલની કામગીરી શરુ થઇ છે.
મોતીપુરાથી સાબરડેરી સુધીની 6 કિમીની કેનાલમાં કોન્ક્રીટ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. આમ 2.20 કરોડના ખર્ચે આ કામગીરી શરુ થઇ છે. જે અગામી બે મહિનામાં પૂર્ણ થશે. તો આ અંગે હિંમતનગર હાથમતી સિંચાઈ પેટા વિભાગના કાર્યપાલક ઈજનેર ડી.કે. પટેલે જણાવ્યું હતું કે, કેનાલના બંને તરફ રોડ બનવાથી ચોમાસામાં હાથમતી વિયર પર બંને તરફ વાહન લઈને તાત્કાલિક પહોંચી શકાશે. એક તરફના રોડ પરથી વિયરના આગળના ભાગે અને કેનાલના ગેટ પર પહોંચાશે. તો બીજા તરફના રોડથી હાથમતી વિયરના પાછળના ભાગે પહોંચી શકાશે. કેનાલની બંને તરફ ઝાડી ઝાંખરાને દૂર કરી પથ્થર પીચીંગને લઈને કચરો દુર થશે. આ કામગીરી ઉનાળા દરમિયાન બે મહિનામાં પૂર્ણ થશે.