
સાબરકાંઠામાં કરણપુરના ખેડૂતે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી
સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં 10 ટકા વ્યાજે લીધેલ 40 હજાર રૂપિયાના થોડાક હપ્તા બાકી રહેતા ઉઘરાણી કરી ઘર આગળથી ઈકો કાર લઇ જઈને 2 લાખ રૂપિયાની માગણી કરતા વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ છે. તો હડીયોલ રોડ પર 12 દિવસ પહેલા કારની ટક્કરે મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તો વડાલીના કંજેલી રોડ પર ડમ્પર પાછળ બાઈક ઘુસી જતા ચાલકનું મોત થયું હતું. બે અલગ અલગ અકસ્માત અને વ્યાજખોર સામે ગાંભોઈ, હિમતનગર એ ડીવીઝન અને વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની વિગત એવી છે કે કરણપુર ગામની પટેલ ફળીમાં રહેતા ખેડૂત જગદીશસિંહ કેશરીસિંહ ઝાલાએ 10 મહિના પહેલા ગાંભોઈમાં મોર ડુંગરા ગામના ધનપાલસિંહ પદમસિંહ રહેવરની ફાઈનાન્સમાંથી બે વાર 20-20 હજાર રૂપિયા મળી કુલ 40 હજાર રૂપિયા લીધા હતા. તેનું 10 ટકા લેખે પહેલા બે-બે હજાર રૂપિયા વ્યાજ કાપી લીધું હતું. તો ત્યાર પછી રોજના 400નો હપ્તો ભરતો હતો. જો કે છેલ્લા થોડાક હપ્તા ન ભર્યા હોવાથી ધનપાલસિંહ રહેવર ઘરે આવી ઉઘરાણી કરી ધમકાવી જેમ ફાવે તેમ મા-બેન સામે ગાળો બોલી હતી. જગદીશસિંહના ઘર આગળ પોતાની મુકેલી ઈકો ગાડી લઈ ગયો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી બીજા 2 લાખ રૂપિયા આપશે તો ગાડી પરત આપવાનું કહ્યું હતું. જેને લઈને ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં જગદીશસિંહ ઝાલાએ ફરયાદ નોધાવી હતી.