હિંમતનગરમાં 80 ફૂટ ઊંચે ઝાડમાં પતંગની દોરીમાં ફસાયેલા કાગડાનું રેસ્ક્યુ કરાયું

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં ઉત્તરાયણ બાદ પતંગની દોરી લટકતી ઝાડ પર રહી જાય છે. જેને લઈને ઘડીક આરામ કરવા ઝાડ પર બેસેલા પક્ષીઓ આ પતંગની દોરીના શિકાર બને છે. જેને લઈને પક્ષીઓના મોત પણ થાય છે. ત્યારે આવો જ એક કિસ્સો હિંમતનગરમાં જીવદયા પ્રેમીઓને ધ્યાનમાં આવ્યો હતો.

હિંમતનગરના જિલ્લા પોલીસ વડા કચેરી પાછળ આવેલા સ્ટાફ ક્વાર્ટસ સામે આવેલી નીલગીરીના 80 ફૂટ ઊંચા ઝાડ પર કાગડો પતંગની દોરીમાં બે દિવસથી ફસાયેલો હતો. જે અંગે સ્થાનિકોએ જીવદયા ટીમના પ્રેમી નિહાલ પટેલ અને ઉચિત રાવલને જાણ કરી હતી. જેને લઈને બંને જણાએ જીવદયા ટીમના મિતુલ વ્યાસને જાણકારી હતી. ત્યારબાદ સ્થળે ત્રણેય જીવદયા પ્રેમી પહોંચ્યા હતા અને હિંમતનગર નગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.