
પાયલોટીંગ કરનાર સહિત ત્રણ સામે ગુનો નોંધાયો, હિંમતનગર ગ્રામ્ય પોલીસે તપાસ હાથધરી
સાબરકાંઠા એલસીબી પડતરની રાત્રીએ હિંમતનગર બી ડિવિજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાતમી આધારે વોચમાં રહીને મહેન્દ્રા ઝાયલો માંથી 2.43 લાખના વિદેશી દારૂ સાથે બે આરોપીને ઝડપી લીધા હતા. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 5.48 લાખની મત્તા સાથે બે આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો પાયલોટીંગ કરીને વિદેશી દારૂ હિંમતનગર શહેરમાંથી પસાર થઈને વિજાપુર તરફ લઇ જતા બે ઝડપાઈ ગયા, પરંતુ પાયલોટ કરનાર ભાગી ગયો જેને લઈને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા બે સહીત ત્રણ સામે ફરિયાદ નોંધાઇ હતી.
સાબરકાંઠા એલસીબીને મળેલી બાતમી આધારે હિંમતનગર-ઇડર બાય પાસના ટોલનાકા ઉપર નાકાબંધી કરી હતી. તો જિલ્લા પંચાયત રોડ તરફથી આવતાં વાહનોની તપાસ હાથ ધરી હતી. દરમિયાન હિંમતનગર જિલ્લા પંચાયત તરફથી બાતમી મુજબની સફેદ કલરની મહિન્દ્રા ઝાયલો ગાડી આવતાં તે ગાડીને રોકતાં ગાડીનો ચાલક તથા તેની બાજુમાં બેસેલો ઇસમ નાસવા લાગતા બન્ને ઇસમોનો પીછો કરી પકડી પાડ્યા હતા. પકડાયેલ ઇસમ વિજય સ/ઓ લક્ષ્મણલાલ રામાભાઈ અસોડા તથા બીજા ઇસમનું નામ અમિત ઉર્ફે અનિલ સ/ઓ જીવાલાલ મગાભાઇ બરંડા ( મીણા) રાજસ્થાનનો હતો.
સાથે પકડાયેલા મહિન્દ્ર ઝાયલો ગાડીમાં તપાસ કરતા વિદેશી દારૂ તથા બીયરની પેટીઓ ભરેલી હોય જેમાં કુલ પેટીઓ નંગ-49 જેમાં કુલ 1200 હોય જેની કિં. રૂ. 2,43,744 તથા મહિન્દ્રા ઝાયલો ગાડીની કિં.રૂ. 3,00,000 તથા મોબાઇલ ફોન નંગ 2 કિં.રૂ. 5000 મળી કુલ કિં.રૂ. 5,48,744ના મુદ્દામાલ સાથે બંન્ને આરોપીઓને ઝડપી અટક કરી આરોપી પાયલોટ કરનાર અને પકડાયેલ બે સહીત ત્રણ વિરુદ્ધ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી હિંમતનગર ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.