સાબરકાંઠા જિલ્લામાં સ્વાતંત્ર્ય સેનાઓ તથા પરિવારજનોનું સન્માન સમારોહ યોજાયો
રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે આયોજીત સ્વાતંત્ર્ય સેનાની સન્માન કાર્યક્રમ કલેક્ટર કચેરી સભાખંડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત દેશને સ્વતંત્ર કરાવવામાં જેમણે અમૂલ્ય યોગદાન આપ્યું છે. સાબરકાંઠા જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાની, સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોને સન્માન યોજાયો હતો.આ પ્રસંગે કલેક્ટર , જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષક વિશાલ વાઘેલાના વરદ હસ્તે શાલ, મોમેન્ટો અને બુકેથી સન્માન કરવામાં આવ્યું. જેમાં લીલાબેન વસાવા, સ્વ. રતિલાલ કાલીદાસ રાવલ અને સ્વ. રજનીકાંત રેવાશંકર ઉપાધ્યાયના પરિવારજનોને સન્માનિત કરાયા હતા. આઝાદીની લડત દરમિયાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાની કે પોતાના પરિવારજનોની ચિંતા કર્યા વગર આઝાદીની લડતમાં પોતાની જાતને હોમી દઇ હિંદ છોડો આંદોલન, દીવ દમણ અને ગોવા મુક્તિ આંદોલન જેવી અનેક વિધ ગતિવિધિઓમાં ભાગ લઇ દેશને સ્વતંત્ર કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.