સાબરડેરીમાં ઋષિકુમારોના મંત્રોચ્ચાર સાથે 7 કિલો 300 ગ્રામની કેક કાપી ઉજવણી કરાઈ

સાબરકાંઠા
સાબરકાંઠા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73મા જન્મદિવસની ઉજવણીએ વિવિધ કાર્યક્રમો ભાજપ સંગઠન અને તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા. ત્યારે હિંમતનગરની સાબરડેરીમાં જન્મદિવસે 7 કિલો 300 ગ્રામની કેક કાપી, રક્તદાન કેમ્પ અને વૃક્ષારોપણ કરી, પોષણ આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.સાબરડેરીમાં ઓડીટોરીયમ હોલ ખાતે 73મા જન્મદિવસની ઉજવણી પ્રવેશદ્વારે રંગોળી વડે નરેન્દ્ર મોદીનું ચિત્ર અને 30 દીવાઓ વડે 73નો આંકડો લખીને જન્મદિવસનો સંદેશો આપ્યો હતો. સાબરડેરીના પટ્ટાગણમાં વિવિધ 73 છોડનું વૃક્ષારોપણ વરસાદ વચ્ચે કરવામાં આવ્યું હતું. બીજી તરફ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો ઓડીટોરીયમ ખાતે પૂર્વ ગૃહમંત્રી અને પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલ, જિલ્લા પ્રમુખ કનુ પટેલ, સાબરડેરીના ચેરમેન શામળ પટેલ અને પ્રભારી ગજેન્દ્ર સક્સેના સહીત ડીરેક્ટરો અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં જન્મદિવસના ઉજવણીના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.સાબરડેરીની 1776 દુધ મંડળીઓ ખાતે પ્રત્યેક મંડળી દ્વારા 73 છોડોનું વૃક્ષારોપણ કરાયું હતું. સાબરડેરી ખાતે 73 છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને સાબરડેરીના કર્મચારીઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પમાં 73 બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 73 કુપોષિત બાળકોને બાલ શક્તિ સુપોષણ કિટનું વિતરણ, 73 મહિલાઓને માતૃશક્તિ કિટનું વિતરણ, 730 બાળકોને દૂધનું વિતરણ અને 7300 ગ્રામની કેક કાપીને જન્મ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી.


હિંમતનગરમાં જુની સીવીલમાં અર્બન સિવિલ સેન્ટરમાં ભાજપ યુવા મોરચા દ્વારા આયુષ્યમાન ભવ કાર્યક્રમ હેઠળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 25થી વધુ યુવા કાર્યકર્તાઓએ રક્તદાન કર્યું હતું. તો હિંમતનગરમાં જિલ્લા મહિલા મોરચા દ્વારા જાગા સ્વામી હોલમાં કુપોષિત બાળકોને પોષણયુક્ત આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિર્મલા પંચાલ સહીત મહીલા મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ સાથે સ્વચ્છતા હી સેવા અંતર્ગત હિંમતનગર ટાવર ચોક ખાતે આવેલ દરબારી વાવ અને શાકમાર્કેટમાં નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અગામી બીજી ઓક્ટોબર 2023ને પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણી સમગ્ર ભારત દેશમાં થનાર હોય સ્વચ્છતા માટે જન આંદોલન કાર્યક્રમની ઉજવણી માટે સ્વચ્છતા હી સેવા પખવાડિયાના આયોજનના ભાગરૂપે 17 સપ્ટેમ્બર 2023 રવિવારના રોજ સવારે હિંમતનગર નગરપાલિકા દ્વારા ટાવર મુકેશ બગીચામાં આવેલ હેરિટેજ દરબારી વાવ તથા શાકમાર્કેટની સફાઈ કરવામાં આવી હતી. તો વરસાદ વચ્ચે સફાઈ કામમાં અડધો ટ્રેક્ટર કચરો નીકળ્યો હતો. આ સફાઈ કામગીરીમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા, નગરપાલિકાના પ્રમુખ યતિનીબેન મોદી, ચીફ ઓફિસર અલ્પેશ પટેલ, નગરપાલિકાના વિવિધ સમિતિના ચેરમેનો તેમજ સદસ્યો, નગરપાલિકાના કર્મચારી, આરોગ્ય વિભાગના તમામ બોર્ડના જમાદારો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આરોગ્ય વિભાગના ખાતાના વડા રાજેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.