સાબરકાંઠામાં 86 સંક્રમિત, 97 ડિસ્ચાર્જ, 1 દર્દીનું મોત

સાબરકાંઠા
સાબરકાંઠા 273

સાબરકાંઠામાં શનિવારે વધુ 86 પોઝિટિવ કેસ નોંધાયા હતા. સામે 97 દર્દીઓ કોરોના લક્ષણ મુક્ત બનતા રજા અપાઇ હતી. જ્યારે વધુ એક દર્દીનું મોત નિપજ્યું હતું અને જિલ્લામાં 160 શહેરી 918 ગ્રામ્ય મળી કુલ 1078 એક્ટિવ કેસ છે. આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શનિવારે નોંધાયેલ 86 પોઝિટિવ કેસ માંથી હોટ સ્પોટ હિંમતનગરમાં સૌથી વધુ 43, ઇડરમાં 18, પ્રાંતિજમાં 10, તલોદમાં 4, વડાલીમાં 2, ખેડબ્રહ્મામાં 6 અને વિજયનગરમાં 03 વ્યક્તિ સંક્રમિત થયા હતા. જેમાં 52 પુરુષ અને 34 મહિલાનો સમાવેશ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.