હિંમતનગરમાં દિવાળીના તહેવારમાં સુરક્ષાને લઈને પતરાના 73 સ્ટોલ બનાવાયા

સાબરકાંઠા
સાબરકાંઠા

દિવાળીના તહેવારને લઈને હિંમતનગરમાં ફટાકડાના વેચાણ માટે વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ ત્રણ જગ્યાએ કુલ 73 સ્ટોલની ફાળવણી કરાઈ છે. ત્યાર બાદ પતરાના સ્ટોલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરેક સ્ટોલ વચ્ચે જગ્યા છોડીને સ્ટોલ બનાવવામાં આવ્યા છે. દિવાળીના 10 દિવસ બાકી છે ત્યારે હિંમતનગરમાં ચાલુ વર્ષે પણ વહીવટી તંત્ર દ્વારા દર વર્ષની જેમ ફટાકડાનું વેચાણ ચોક્કસ જગ્યાએ કરવા આયોજન કર્યા બાદ ફાયર સ્ટેશન સામે કેનાલ પર 47 અને એક SRP નો સ્ટોલ, ટાવર બગીચા વિસ્તારમાં 23 અને મહેતાપુરામાં ત્રણ સ્ટોલ મળી કુલ 73 સ્ટોલની ફાળવણી કર્યા બાદ પાલિકા દ્વારા ત્રણેય સ્થળ પર 10 X 10ના સ્ટોલ બનાવવા માપણી કરીને સ્ટોલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લાકડાં, કપડાંના ઉપયોગ વગર પતરાંના સ્ટોલ બનાવવામાં આવ્યા છે. સાથે એક સ્ટોલ વચ્ચે જગ્યા છોડી બીજો સ્ટોલ બનાવવામાં આવ્યો છે. જેને લઈને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.


હિંમતનગર ફાયર સામેના કેનાલ પર, ટાવર ચોકમાં બગીચા અને મહેતાપુરા ચાર રસ્તે સ્ટોલ તૈયાર કરી દેવાયા છે. બીજી તરફ હિંમતનગર શહેરમાં ફટાકડાના સ્ટોલ શરુ થતા પહેલા જ શહેરના વિવિધ વિસ્તારમાં રોડ પર વગર લાઈસન્સ અને પરમીશન વગર ખુલ્લે આમ લારીમાં ફટાકડા વેચાણ શરુ થયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.