
હિંમતનગરના સિદ્ધિવિનાયક મંદિરમાં 30 વર્ષથી 7 દિવસીય ગણપતિ ઉત્સવનું આયોજન
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના મહાવીરનગર વિસ્તારમાં હરિઓમ સોસાયટીમાં આવેલ સિદ્ધિવિનાયક મંદિરે સતત 30 વર્ષથી 7 દિવસીય ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. તો ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું વાજતે ગાજતે સ્થાપન કરી સવાર-સાંજ આરતી કરવામાં આવે છે. ઉપરાંત સાત દિવસ દરમિયાન ભજન, ગરબા, હાસ્ય દરબાર, યુવા શોધ પ્રતિભા ઉત્સવ, વેશભૂષા, રક્તદાન કેમ્પ, ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવે છે.હિંમતનગરના મહાવીરનગરમાં હરિઓમ સોસાયટી સિદ્ધિવિનાયક મંદિર પાસે ગણેશ યુવક મંડળ દ્વારા આ વર્ષે ઇકો ગણપતિની મૂર્તિનું વાજતે ગાજતે યજમાનના ઘરેથી શોભાયાત્રા સ્વરૂપે ગણેશ ચોકમાં પૂજન અર્ચન સાથે સ્થાપન કરવામાં આવ્યું છે. તો સતત 30 વર્ષથી ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. ગણપતિ ઉત્સવમાં પાંચ ફૂટની ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ સરકારના નિયમ મુજબ છેલ્લા પાંચ વર્ષથી લાવીને સ્થાપના કરવામાં આવે છે.
આ અંગે ગણેશ યુવક મંડળના આયોજક બ્રિજેશ પટેલ અને હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, સતત 30 વર્ષથી ગણપતિ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા કે ભજન સંધ્યા, હાસ્ય દરબાર, લોક ડાયરા, બાળકોના ડાન્સ, યુવા પ્રતિભા શોધ, નાટક સ્પર્ધા, ગરબા, વેશભૂષા, સમૂહ મહાઆરતી જેવા કાર્યક્રમનું રાત્રી દરમિયાન આયોજન કરવામાં આવે છે. તથા દર વર્ષે મેઘા મેડિકલ ચેકઅપ કેમ જેમાં ઓર્થોપેડિક, ડેન્ટલ, આઈ ચેકકપ, ચામડીના રોગોની તપાસ, સ્રી-રોગોની તપાસ, જનરલ તપાસ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, ચેકઅપ, મેગા બ્લડ ડોનેશન કેમ્પ તથા હોમિયોપેથીક સારવાર કેમ્પનું નિ:શુલ્ક તપાસ કરવાનું આયોજન કરવામાં આવે છે. 30 વર્ષથી ઉજવાતા ગણપતિ મહોત્સવમાં ભાવિક ભક્તો દ્વારા રાત્રિ દરમિયાન 9:00 કલાકે આરતીની અંદર સહપરિવાર પધારી ગણપતિ બાપા મોરિયાના નાદમાં મંત્રમુગ્ધ બની દાદાના ચરણોમાં સેવા પ્રાર્થના અર્ચના કરવામાં આવે છે.