
હિંમતનગરની ત્રિવેણી વિદ્યાલયમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં 600 વિદ્યાર્થીઓએ 166 કૃતિઓ રજૂ કરી
હિંમતનગરના મહેતાપુરામાં આવેલી ત્રિવેણી વિદ્યાલયમાં શનિવારે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના 600 વિદ્યાર્થીઓએ ભાગ લઈને 166 અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી. જેમાં પ્રાથમિક, માધ્યમિક ઉચ્યતર માધ્યમિક વિભાગમાંથી 166 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં 1000થી વધુ વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓએ મુલાકાત લીધી હતી.આ અંગેની વિગત એવી છે કે, ત્રિવેણી વિદ્યાલયમાં શનિવારે ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાલયમાં ધો-1 થી 12માં અભ્યાસ કરતા 600 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને 166 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
જેમાં ધો 1 થી 10ના વિદ્યાર્થીઓએ 124 ગણિત વિજ્ઞાનની કૃતિઓ રજુ કરી હતી. તો ધો-11 અને 12ના વિદ્યાર્થીઓએ વેસ્ટમાંથી બેસ્ટ 42 કૃતિઓ રજૂ કરી હતી. દરેક કૃતિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ પોતાની કૃતિ અંગેની માહિતીનો ચાર્ટ સાથે કૃતિ રજૂ કરી હતી. મુલાકાતે આવનાર વિદ્યાર્થીઓ અને વાલીઓને રજૂ કરેલી કૃતિ વિષે માહિતી આપી હતી. તો સવારથી ત્રિવેણી વિદ્યાલયના અલગ અલગ વર્ગખંડમાં કૃતિઓ મુકવામાં આવી હતી.આ અંગે ત્રિવેણી વિદ્યાલયના શંભુભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા 166 ગણિત વિજ્ઞાનની કૃતિઓની મુલાકાત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સહિત સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓ ઉપરાંત સ્કૂલના વિદ્યાર્થીઓ દરેક વર્ગખંડમાં જઈને કૃતિઓ વિષે જાણકારી મેળવી હતી.આમ 1000થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનની મુલાકત લીધી હતી અને વિદ્યાર્થીઓના આ પ્રયત્નોને વાલીઓએ આવકારીને પ્રોત્સાહિત કર્યા હતા. આ 166 કૃતિઓમાં 24 કૃતિઓ ગણિતની હતી અને 142 કૃતિઓ વિજ્ઞાનની હતી.