સાબરકાંઠા જીલ્લાના 592 આરોગ્ય કર્મચારીઓ આજે માસ સીએલ પર ઉતર્યા

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જીલ્લાના જીલ્લા પંચાયતના આરોગ્યની સેવા આપતા આરોગ્ય કર્મચારીઓ ગુરુવારે માસ સીએલ પર ઉતર્યા છે. પડતર માંગણીઓને લઈને તેઓ ગાંધીનગર ખાતે ધરણામાં જોડાશે જેને લઈને આરોગ્ય સેવા પર અસર વર્તાશે.

જીલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ આઠ તાલુકાના 47 PHC અને 222 સબ સેન્ટર પર ફરજ બજાવતા 592 આરોગ્ય કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને MPHW, FHW, MPH, FHS અને સ્ટાફ નર્સની જગ્યા પર ફરજ બજાવી ઘરે-ઘરે પહોચતા તમામ ફિલ્ડમાં સેવા આપતા 592 આરોગ્ય કર્મચારીઓ આજે માસ સીએલ પર ઉતર્યા છે,

જેને લઈને આરોગ્ય સેવા પર અસર વર્તાશે. તો બીજી તમામ કર્મચારીઓ ગાંધીનગર ખાતે બપોરે 11 થી 2 દરમિયાન સત્યાગ્રહ છાવણી ખાતે યોજાનાર ધરણામાં જોડાશે અને વિરોધ પ્રદર્શન કરશે. તેવું સાબરકાંઠા જીલ્લા આરોગ્ય કમર્ચારી સંઘના પ્રમુખ અને ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના મહામંત્રી આશિષ બ્રહ્મભટે જણાવ્યું હતું


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.