
વડાલીમાં ગૌમાંસની આશંકા સાથે ગાડી પકડ્યા બાદ જૂથ અથડામણમાં 4 ગંભીર
વડાલી-ખેડબ્રહ્મા હાઇવે પર શાકમાર્કેટ નજીક સોમવારે વહેલી સવારે માંસ ભરી જઈ રહેલ ગાડી ઉભી રખાવી તપાસ કરતાં મોટા પ્રમાણમાં પશુ માંસનો જથ્થો મળતાં ગૌમાંસની આશંકા સાથે હોબાળો મચી ગયા બાદ એકઠા થઇ ગયેલ લોકોના ટોળાએ ગાડીમાં સવાર ત્રણ શખ્સોને ઝપટે લેતાં અથડામણ સર્જાયા બાદ ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાં એક યુવક સ્થાનિક હોઈ લઘુમતી સમુદાય દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર આસપાસની શાકની લારીઓમાં તોડફોડ કરાતાં શહેરમાં તંગદીલી સર્જાતા જિલ્લાભરનો પોલીસ કાફલો શહેરમાં ખડકી દેવાયો હતો.
જેની લઘુમતી સમાજના લોકોને જાણ થતા મોટી સંખ્યામાં સિવિલ આગળ ધસી આવ્યા હતા અને સામુહિક આરોગ્ય કેન્દ્ર આજુબાજુમાં શાકની લારીઓમાં તોડફોડ કરતાં એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો. પોલીસે ઠેર ઠેર ફ્લેગ માર્ચ કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. પોલીસ દ્વારા પશુઓની કતલ અંગે કોઈ કાર્યવાહી ન કરાતાં હિન્દુ સંગઠનોમાં રોષ પેદા થયો હતો અને વડાલી પીએસઆઇ એ ગૌમાંસ ન હોવાની ક્લીનચીટ આપી દેતાં અનેક તર્ક વહેતા થયા હતા.
આમની સામે ફરિયાદ
શાહિદખાન રફીકખાન પઠાણે રમેશભાઈ અંબાલાલ સગર,કૌશિક અંબાલાલ સગર,વિક્રમ સગર,જનક જયંતીભાઈ પટેલ,ઇશ્વરભાઇ સગર શિવ શક્તિ વેજીટેબલ તેમજ અન્ય 5 વ્યક્તિઓ