સાબરકાંઠાના પોશીનામાં 4 ઇંચ, તલોદમાં સવા 2 ઇંચ , પ્રાંતિજ અને ખેડબ્રહ્મા એક-એક ઇંચ વરસાદ
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વાદળછાયા વતાવરણ વચ્ચે આઠમાંથી સાત તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં એક તાલુકામાં ચાર, એક તાલુકામાં સવા બે અને બે તાલુકામાં એક-એક ઇંચ વરસાદ વરસ્યો હતો. તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા, પરતું વરસાદ બંધ થતા પાણી ઓસરી ગયા હતા.
જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં આઠમાંથી સાત તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં પોશીના તાલુકામાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો, તો એક કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસતા પોશીનાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
રાત્રી દરમિયાન ધોધમાર વરસાદને લઈને પોશીનાના બજારમાં થઈને પાણી જયપ્રકાશ કોલોની, ગણેશ નગર અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાયા હતા. તો પોશીનાનું ગોયા અને કોલંદનું બુજરા તળાવ ઓવરફ્લો થયું હતું. તો વરસાદને લઈને સમગ્ર પાણી સેઇમાં વહ્યું હતું. જેને લઈને ધરોઈ જળાશયમાં પાણીની આવક 14,722 ક્યુસેક પાણીની આવળ શરુ થઇ હતી.
જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ખેડબ્રહ્મા 30 મિમી, વિજયનગર 10 મિમી, વડાલી 10 મિમી, ઇડર 11 મિમી, પ્રાંતિજ 27 મિમી, તલોદ 56 મિમી અને પોશીના 98 મિમી વરસાદ નોંધાયો છે.