
પ્રાંતિજના વાઘપુર પાસે સાબરમતી નદીમાંથી 11.83 કરોડની 4.93 લાખ મેટ્રિક ટન રેતીની ચોરી
સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામની પાસેથી પસાર થતી સાબરમતી નદીમાંથી દોઢ મહિના પહેલાના સમયમાં 12 ડ્રાઈવર અને વાહન માલિકોએ 11.83 કરોડની 4.93 લાખ મેટ્રિક ટન રેતીની ચોરી કરી હોવા અંગેની ફરિયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના રોયલ્ટી ઇન્સ્પેકટરે ફરિયાદ નોંધાવી છે.આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના રોયલ્ટી ઇન્સ્પેક્ટર હિરેન પ્રવીણકુમાર સંડેરાએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામની પાસેની સાબરમતી નદીમાં 12 વાહન માલિકો અને ડ્રાઈવરોએ 15 સપ્ટેમ્બર 2023 પહેલાના કોઈ પણ સમયમાં બ્લોક સર્વે નં. 12થી 19 તથા સાબરમતી નદીના પટમાંથી આશરે 4,93,260 મેટ્રિક ટન સાદી રેતી જે એક ટન રેતીની કિંમત રૂ. 240 લેખે કૂલ રૂ. 11,83,82,400 અને સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવ તા.29/11/2018 મુજબ પર્યાવરણીય નુકશાનીના વળતર પેટે સાદી રેતી ખનીજની કીંમત રૂ.4,85,36,784 મળી કૂલ રૂ.16,69,19,184ની સાદી રેતી ખનીજની ચોરી કરી હતી.
આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનના PIઆર.ટી.ઉદાવતે કલમ 379,114 તથા માઈન્સ એન્ડ મિનરલ્સ (ડેવલોપમેન્ટ એન્ડ રેગ્યુલેશન)એક્ટ 1957 ની કલમ 4 (1),4 (1)(એ) અને ગુજરાત ખનીજ (ગેર કાયદેસર ખાણકામ,પરિવહન અને સંગ્રહ નિવારણ) નિયમો, 2017ના નિયમ 3 અને 21 મુજબ 12 વાહન માલિકો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.