હિંમતનગરમાં RPFના 39માં સ્થાપના દિવસની ઉજવણી

સાબરકાંઠા
સાબરકાંઠા

આજે રેલવે સુરક્ષા બલનો 39મો સ્થાપના દિવસ છે. જેને લઈને વિવિધ જાગૃતિના કાર્યક્રમોની આયોજન કરવામાં આવ્યું હતું. હિંમતનગર RPF દ્વારા રેલવેના નિયમો અંગેની જાગૃતિ સાથે જાણકારી માટેનો માર્ગદર્શન હિંમત હાઇસ્કુલના વિધાર્થીઓને આપવામાં આવ્યું હતું.આ અંગેની વિગત એવી છે કે, RPFના 39માં સ્થાપના દિવસ નિમિત્તે હિંમતનગર RPF પોલીસ સ્ટેશનના PI નિહાલસિંહ, PSI હરેશકુમાર ચૌહાણ સ્ટાફની અધ્યક્ષતામાં હિંમતનગરમાં ટાવર ચોક પાસે આવેલ હિંમત હાઈસ્કુલમાં વિધાર્થીઓ માટે નિયમો અંગેનો માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો. રેલવેના નિયમો અંગેની જાણકારી મુજબ સ્કૂલના વિદ્યાર્થીયોને રેલવેમાં મુસાફરી કરતી વખતે રાખવામાં આવનારી સાવધાનિયો બાબત જાણકારી આપવામાં આવેલ જેવી કે ચાલુ રેલવે ગાડીમાં ચઢવું કે ઊતરવું નહીં, કોચના ગેટ પર બેસી યાત્રા નહી કરવી, મોબાઈલનો ઉપયોગ નહીં કરવો, કોઈ પણ ખાસ કારણ વગર ગાડીમાં લાગેલ ચેનને ન ખેચવી નહીં, રેલવે લાઇનના પાટા ઓળંગવા નહીં, ચાલતી ટ્રેન પર પથ્થર નહીં ફેકવા, રેલવે લાઇનની આજુબાજુમાં રહેતા લોકોના પોતાના પાલતુ પશુઓને રેલ લાઇનની આસપાસ આવવા કે જવા દેવા નહિ, પોતાના કીમતી સમાન રેલવેમાં ચેન સાથે બાંધી રાખવા,રાત્રીના સમયે મુસાફરી દરમ્યાન ટ્રેનના બારી દરવાજા બંધ રાખવા,યાત્રા દરમ્યાન કોઈ અજાણ્યા બાળક બાળકી મળી આવે કે કોઈ લાવારિસ સામાન મળી આવે ત્યારે રેલવે સ્ટેશન પર અથવા ટ્રેનમાં RPFને જાણ કરવી.


યાત્રા દરમ્યાન કોઈ અજાણ્યા માણસ પાસેથી કોઈપણ પ્રકારની ખાવા-પીવાની વસ્તુના ખાવી,નશીલી દવાઓ ભેળવી આપનું જાન અને માલનું નુકસાન થઈ શકે છે. યાત્રા દરમ્યાન મુસાફરી બાબતે કોઈ સમસ્યા આવે તો રેલવે હેલ્પ લાઇન નં.139 પર જાણ કરવી. રેલવે સ્ટેશન પર જાઓ ત્યારે અવશ્ય પ્લેટફોર્મ ટિકિટ લેવી જોઈએ વિવિધ નિયમોની સમજણ આપી હતી. ઉપરાંત તમામ જાણકારી સૌને મળે તેને લઈને વિધાર્થીઓ પોતાના ઘરે, મિત્રો, પરિવારજનો અને પાડોશીઓને આપવા સારું પણ સુચન કર્યું હતું. જેથી વિધાર્થીઓ થકી નિયમોની જાણકારી સૌને મળી શકે. આ જાગૃતિ અભિયાન પ્રસંગે સ્કૂલના આચાર્ય સુનિલભાઈ પ્રજાપતિ, શશીકાંતભાઈ સોલંકી સહીત સ્ટાફ અને SPCના વિધાર્થીઓ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ હાજર રહ્યો હતો.RPFના સ્થાપના દિવસે જાગૃતિ અભિયાન દરમિયાન હિંમતનગર RPFના PI નિહાલસિંહ અને PSI હરેશ ચૌહાણે તમામ વિધાર્થીઓએ રેલવે સ્ટેશનની મુલાકાત માટેનું આમંત્રણ પણ આપ્યું હતું. જેને લઈને નિયમોની જાણકારી સરળતાથી સમજણ મળી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.