
હિંમતનગર શહેર પરિવારનો 36મો સ્નેહ મિલન અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં મોડાસીયા કડવા પાટીદાર સમાજવાડીમાં ગત સાંજે શ્રી મોડાસીયા કડવા પાટીદાર હિંમતનગર શહેર પરિવારનો 36મો સ્નેહ મિલન અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં પરિવારના 190 તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું.આ અંગેની વિગત એવી છે કે, શ્રી મોડાસીયા કડવા પાટીદાર હિંમતનગર શહેરમાં 1100 પરિવારો રહે છે. આ હિંમતનગર શહેર પરિવારનો 36મો સ્નેહ મિલન અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં પરિવારના બાલમંદિરથી લઈને કોલેજ સુધીના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના અને કોમ્પીટીશન પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા 190 તેજસ્વી તારલાઓનું સન્માન સમાજના હોદ્દેદારો અને દાતાઓ દ્વારા સ્મૃતિ ચિન્હ, સન્માનપત્રો અને મોમેન્ટો આપવામાં આવ્યા હતા.
સમાજના હોદ્દેદારો અને આયોજકો દ્વારા શાબ્દિક સ્વાગત બાદ તેજવી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શનિવારે લાભ પાંચમની સાંજે સમાજવાડી ખાતે યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં 20 અને રંગોળી સ્પર્ધા 8 સમાજના બાળકો જોડાયા હતા અને રંગોળી અને ચિત્રો દોર્યા હતા. જે તમામ ચિત્રકારોનું પણ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં મંચસ્થ મહેમાનો અને સમાજના હોદ્દેદારો સંમેલનમાં શિક્ષણ પર વધુ ભાર મુકવાને લઈને સંબોધન કર્યું હતું.